________________
શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર
કર
નાર. અનુગામી અવિધ જ્ઞાનવાળા છત્ર ગમે ત્યાં જાય તે પણ તેને અવધિજ્ઞાનના ઉપચેગ પ્રવર્તે. (૨) અનનુગામીઇલેકટ્રીક ખલ્મના પ્રકાશની જેમ સાથે ન આવનાર. અનનુગામી અવધિજ્ઞાન જે સ્થળે ઉત્પન્ન થયું હાય તે સ્થળે જ તેના ઉપયાગ પ્રવર્તે. જીવ ખીજા સ્થળે જાય તે તેના ઉપયેગ ન પ્રવર્તે. (૩) વધુ માન-ઉત્પન્ન થયા ખાદ્ય પ્રદીપ્ત અગ્નિની જેમ અનુક્રમે વધતુ જાય. (૪) હીયમાન-ઉત્પન્ન થયા બાદ અનુક્રમે ઘટતું જાય. (૫) પ્રતિપાતી-વીજળીના ઝમકારાની જેમ ઉત્પન્ન થઈને ચાલ્યું જાય. અવધિજ્ઞાનના પ્રતિપાતી ભેદને સ્થાને અનવસ્થિત ભેદ પણ આવે છે. અનવસ્થિત એટલે અનિયત. ઓછું થાય, વધે, ચાલ્યું પશુ જાય, શ્રી ઉત્પન્ન થાય એમ અનિયત હાય. (૬) અપ્રતિપાતી-અપ્રતિપાતી એટલે કાયમ રહેનાર.આ અવધિજ્ઞાન જીવનપર્યંત રહે, કઈ જીવને ભવાંતરમાં પણ સાથે જાય.અથવા કેાઈ ને કેવળજ્ઞાન ઉત્પન્ન થાય ત્યાં સુધી પણ રહે.
પરમાધિજ્ઞાન કે જેના પછી અંતર્મુહ માં અવશ્ય કેવળજ્ઞાન થાય, તેને સમાવેશ આ અપ્રતિપાતી અવધિજ્ઞાનમાં છે. અપ્રતિપાતી અવધિજ્ઞાનનું ખીજું નામ અવસ્થિત છે. [૨૩]
* એ જ્ઞાનમાં અલેાકમાં પણ લેાકપ્રમાણુ અસંખ્યાત ખાતે એવાનુ સામર્થ્ય હામ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org