________________
વિકાયસ્થિતિ- દ્વાર
તે માત્ર બાદર જ હોય છે. તેની સ્વકાયસ્થિતિ પણ સીત્તેર કેટાનુકટી સાગરેપમ જેટલી જ જાણવી.
હવે વાત રહી સાધારણ વનસ્પતિકાય એટલે અનતકાય કે નિમેદની. તેમાં સૂક્ષમ અને બાદર એ બંને પ્રકાર હોય છે. આ બંને પ્રકારની સ્વકાસ્થિતિ અનંત ઉત્સર્પિણી અને અવસર્પિણી કાલ જેટલી હોય છે. પરંતુ તેમાં સ્પષ્ટતા એટલી કે આ પ્રમાણ અસાંવ્યવહારિક નિગેઢને આશ્રીને સમજવાનું છે.
અહીં અસાંવ્યવહારિક” અને “સાંવ્યવહારિક” એવા જે પારિભાષિક શબ્દો વપરાય છે, તેનું રહસ્ય સમજી લેવું અવશ્યક છે. જે જીવે અનાદિ કાલથી સૂકમ નિગદમાં પડેલા છે અને કઈ પણ સમયે તથાવિધ સામગ્રીના અભાવે તેમાંથી બહાર નીકળી વ્યવહાર શશિમાં એટલે કે સૂકમઆદર-પૃથ્વીકાયાદિપણે વિવિધ વ્યવહારમાં આવ્યા નથી, તેમને અસાંવ્યવહારિક કહેવામાં આવે છે આ અસાંવ્યવહારિક જીવે બે પ્રકારના હોય છે. એક તે અનાદિ-અનંત સ્થિતિવાળા અને બીજા અનાદિસાન્ત સ્થિતિવાળા. તેમાં અનાદિ-અનંત સ્થિતિવાળા અસાંવ્યવહારિક જીવે કદાપિ વ્યવહારરાશિમાં આવ્યા નથી અને આવવાના પણ નથી; જ્યારે અનાદિ-સાન્ત કાયસ્થિતિવાળા અસાંવ્યવહારિક જી હજી સુધી વ્યવહારરાશિમાં આવ્યા નથી, પણ આવવાના છે, એટલું નિશ્ચિત. આ બંને પ્રકારના જીવે અનંત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org