________________
આયુષ્ય-દ્વાર
હવ, કહી છે, જે ઉડ
અન્વય सुर-नेरइयाण सकोसा ठिई तितीस सागराणि, य चउपय-तिर्रिय-मणुस्सा तिन्नि पलिओवमा हुति ।
ભાવાર્થ દેવ અને નારકેની ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીશ સાગરેપમની તથા તિર્યંચ ચતુષ્પદ અને મનુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પલ્યોપમની હેય છે.
વિવેચન અહીં દેવની જે ઉત્કૃષ્ટ સ્થિતિ કહી છે, તે અનુત્તર વાસી દેવેની અપેક્ષાએ કહી છે અને નારકની જે ઉત્કૃષ્ટ સ્થિતિ કહી છે, તે સાતમી નરકના જીની અપેક્ષાએ કહી છે. તેમજ તિર્યંચ ચતુષ્પદ અને મનુષ્યની જે ઉત્કૃષ્ટ સ્થિતિ કહી છે, તે દેવકુ–ઉત્તરકુરુ વગેરે ચુગલિક ક્ષેત્રેની અપેક્ષાએ કહી છે.
અહીં દેવે તથા નારકની જઘન્ય સ્થિતિ કહી નથી, તેમજ ઉત્કૃષ્ટ સ્થિતિ પણ સર્વાર્થસિદ્ધ વિમાન તથા સાતમી નરકની જ કહી છે, એટલે તેમની જઘન્ય-ઉત્કૃષ્ટ સ્થિતિનું વર્ણન કરીશું.
ભવનપતિ તથા વ્યંતર દેવનું જઘન્ય આયુષ્ય દશહજાર વર્ષનું હોય છે અને ઉત્કૃષ્ટ આયુષ્ય જુદા જુદા વર્ગ પ્રમાણે ૧ પલ્યોપમથી માંડીને ૧ સાગરેપમથી કંઈક અધિક સુધી હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org