________________
શરીર-દ્વાર.
કર૭:
ભાવાર્થ ગર્ભજ મન અને ઉર પરિસર્પો એક હજાર યજન પ્રમાણવાળા હોય છે, ગર્ભજ પક્ષીઓ બેથી નવ ધનુષ સુધીના પ્રમાણુવાળા હોય છે અને ગર્ભજ ભુજ- . પરિસ બેથી નવ ગાઉ સુધીના પ્રમાણુવાળા હોય છે.
વિવેચન તિર્યંચ પંચેન્દ્રિયમાં પ્રથમ ગર્ભજનું શરીરપ્રમાણુ દર્શાવે છે અને પછી સંમૂછિમનું. તેમાં ગર્ભજનું શરીરપ્રમાણ દર્શાવતાં કહે છે કે ગર્ભજ મત્સ્ય અને ઉરઃ પરિસર્પો એટલે સાપ વગેરે ઉત્કૃષ્ટ દેહમાનથી એક હજાર એજન-પ્રમાણુવાળા હોય છે. પરંતુ આ પ્રમાણુ અઢી દ્વીપની બહાર ઉત્પન્ન થતા મત્સ્ય તથા સર્પો વગેરેનું સમજવાનું છે અઢી દ્વીપની અંદર આટલી ઊંચાઈ જેવા મળતી નથી.
વર્તમાન દુનિયામાં ૪૫ ફુટ લાંબી વહેલ માછલી તથા અજગર મળી આવે છે. વળી રૂમી સિપાઈઓએ ૧૨૦ ફુટ લાંબી સાપની કાંચળી રોમ મોકલ્યાને ઉલ્લેખ પ્રાપ્ત થાય છે.
ગર્ભજ પક્ષીઓની ઊંચાઈ બેથી નવ ધનુષ્ય એટલે આઠ હાથથી માંડીને ૩૬ હાથ સુધીની હોય છે. એક વાર મુંબઈના સાંજ વર્તમાન નામના પત્રમાં પ્રકટ થયું હતું કે હાલ મનુષ્ય આનંદથી સૂઈ શકે એવા ૨૮ ઈંચ જાડાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org