________________
જીવ-વિચાર-પ્રકાશિક્ષ
લીધે તેઓ મનુષ્યાની માફક કામક્રીડામાં તલ્લીન થઈ જાય છે. સનત્કુમાર અને માહેન્દ્રવાસી સ્પસેવી છે, એટલે કે તેઓ દેવીઓના સ્પર્શીમાત્રથી વિષયસુખની તૃપ્તિ અનુભવે છે. બ્રહ્મલેાક અને લાંતકવાસી દેવા રૂપસેવી છે, એટલે કે તેવા દેવીઓનુ રૂપ જોઈ ને જ વિષયસુખની તૃપ્તિ અનુભવે છે. અને મહાશુક તથા સહસ્રારમાં વસનારા દેવો શબ્દસેવી છે, એટલે દેવીઓના ચિત્તા ક મનહર શબ્દો સાંભળીને જ વિષયસુખની તૃપ્તિ અનુભવે છે; અને આકીના ચાર દેવલોકના દેવો મનઃસેવી છે, એટલે માત્ર મન વડે ચિંતન કરવાથી પણ વિષયસુખની તૃપ્તિ અનુભવે છે.
અહી' એટલું ધ્યાનમાં રાખવુ જોઈએ કે દેવીઓનો ઉત્પત્તિ બીજા દેવલેાક સુધી અને તેમની ગતિ આઠમા દેવલાક સુધી જ છે, આથી કરીને ત્રીજા કે તેથી અધિક દેવલાકોના દેવો કામાતુર થાય, ત્યારે આ દેવીએ તેમની પાસે પહોંચી જાય છે અને સ્પર્શદ વડે તેમની કામવાસના શાંત કરે છે.
સ્વલાકમાં જેમ ઉપર જઈએ તેમ કામવાસના એછી હાય છે અને સતાષવૃત્તિ અધિક હાય છે, એટલે તેની તૃપ્તિનાં સાધનો પણ ત્યાં આછા જ હોય છે.
દેવોના ોની ગણના નીચે પ્રમાણે થાય છેઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org