________________
જીવ-વિચાર-પ્રકાધિ
આ વિમાના એકબીજાની ઉપર આવેલાં છે અને તે પુરુષાકૃતિ-લેકના ગ્રીવાસ્થાને આવેલાં હોઈ ત્રૈવેયક કહેવાય છે.
અનુત્તર વિમાને પાંચ પ્રકારના છે : (૧) વિજય, (૨) વૈજયંત, (૩) જયંત, (૪) અપરાજિત અને (૫) સર્વાર્થસિદ્ધ. આ વિમાના ચૈવેયકાની ઉપરના ભાગમાં આવેલાં છે. તેની પછી કોઈ દેવવિમાન નથી, માત્ર સિદ્ધશિલાના ભાગ આવેલા છે.
અધા કાપપન્ન દેવા સામાન્ય રીતે દ્રશ પ્રકારમાં વિભક્ત છે, તે આ પ્રમાણે
(૧) ઇંદ્ર : જે સામાનિક આફ્રિ બધા પ્રકારના દેવાના સ્વામી હાય છે.
(૨) સામાનિક જે આયુ વગેરેમાં ઈન્દ્રની સમાન તથા અમાત્ય, પિતા, ગુરુ આદિની જેમ પૂજ્ય હોય છે. (૩) ત્રાયસ્પ્રિંશ જે મંત્રી તથા પુરેાહિતનું કામ કરે છે.
(૪) પારિષધ : જે મિત્રનુ કામ કરે છે. (૫) આત્મરક્ષક જે શસ્ત્ર ઊંચુ કરીને આત્મરક્ષકના રૂપમાં પીઠ પાછળ ઊભા રહે છે.
(૬) લાપાલ : જે સરહદની રક્ષા કરે છે. (૭) અનીક: જે સૈનિકો તથા સેનાધિપતિઓનુ કામ કરે છે.
(૮) પ્રકીર્ણાંક : જે નગરવાસી કે દેશવાસી જેવા
હાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org