________________
૨૭
આઠ જંકે અન્ન વગેરેની હાનિ–વૃદ્ધિ કરનાર છે. આ દેવે સામાન્ય રીતે તિર્યજભક નામથી ઓળખાય છે અને તેઓ અનુગ્રહ કરવાની તેમજ શાપ આપવાની શક્તિ ધરાવે છે. શાસ્ત્રકારેનું એ કથન છે કે જ્યારે તેઓ ક્રોધાતુર હોય, ત્યારે તેમનું દર્શન થાય તે શાપ મળે છે અને તેના લીધે અપકીતિ તથા અનર્થના ભાગ બનાય છે, પરંતુ
જ્યારે તેઓ ખુશમિજાજમાં હોય, ત્યારે તેનું દર્શન થાય તે અનુગ્રહ પ્રાપ્ત થાય છે અને તેના લીધે વિદ્યા તથા કીર્તિ વધે છે. શ્રી વયરસ્વામીને આ રીતે જભક દેવે તરફથી વિદ્યા અને કીતિ મળ્યાનું વર્ણન ભગવતીસૂત્રના ચૌદમા શતકના આઠમા ઉદ્દેશકમાં પ્રાપ્ત થાય છે.
પ્રથમના ૮૭ ઉત્તરભેદો તથા આ ૮ અને ૧૦ ઉત્તરભેદો મળી વ્યંતરના કુલ ઉત્તરભેદે ૧૦૫ થાય છે.
જે દેવે તિષ એટલે પ્રકાશમાન વિમાનમાં રહે છે, તે તિષ્ક કહેવાય છે. આ પ્રકાશમાન વિમાનને લીધે જગતને પ્રકાશ મળે છે અને તેના ઉદય-અસ્ત અનુસાર દિવસ તથા રાત્રિની ગણના થાય છે.
તિષ્ક દેવે પાંચ પ્રકારના છે: (૧) ચંદ્ર, (૨) સૂર્ય, (૩) ગ્રહ, (૪) નક્ષત્ર અને (૫) તારા. આ ક્રમ પ્રજ્ઞાપનાસૂત્રમાં આપેલ છે. જેમકે “રે કોહિ? जोइसिया पंचविहा पन्नता। तं जहा चंदा, सूरा, गहा, નારા, તારા” પરંતુ તવાથધિંગામસૂત્રમાં “સૂર્યપણ પ્રહનક્ષત્રકાશીતા ” એમ જણાવ્યું છે. એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org