________________
અનુષ્પો
હૈમવત અને હરણ્યવત ક્ષેત્રમાં સદા ત્રીજે આરે હોય છે. ત્યાં ઉત્પન્ન થતા યુગલિકને એકાંતરે આંગળા એટલે આહાર કરવાની ઈચ્છા થાય છે. તેઓ પિતાના સુગલિક સંતાનનું ૭૯ દિવસ પાલન કરે છે.
હરિવર્ષ અને રમ્યફવર્ષ ક્ષેત્રમાં સદા બીજે આરે હોય છે. ત્યાં ઉત્પન્ન થતા યુગલિકને દિવસના અંતરે માત્ર બેર જેટલા આહારની ઈચ્છા થાય છે. તેઓ પિતાના સુગલિક સંતાનનું ૬૪ દિવસ પાલન કરે છે.
દેવકુ અને ઉત્તરકુર ક્ષેત્રમાં સદા પહેલે આરે - વતે છે. ત્યાં ઉત્પન્ન થતા યુગલિકોને ત્રણ દિવસના અતરે માત્ર તુવરના ધણુ જેટલા આહારની ઈચ્છા થાય છે. તેઓ પિતાના યુગલિક સંતાનનું ૪૯ દિવસ સુધી ચાલન કરે છે.
યુગલિક મનુષ્ય સ્વભાવે અત્યંત સરળ હેવાથી કર્મબંધન ઘણું ઓછું કરે છે અને તેથી મૃત્યુ બાદ દેવલોકમાં ઉત્પન્ન થાય છે.
અંતરદ્વીપના મનુ પણ યુગલિયા જ હોય છે. તેમને એકાંતરે આહારની ઈચ્છા થાય છે તથા ૭૯ દિવસ સંતાનનું પાલન કરે છે. .
જેને શાસ્ત્રોમાં મનુષ્યના આર્ય અને સ્વેચ્છ એવા એ પ્રકારે પાડયા છે, તેનું સ્વરૂપ પણ અહીં સમજી લેવું જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org