________________
૨૫૫
કૃષિને લગતે વ્યવહાર એટલે ઢોરેને પાળવા, તેને ખેતીમાં ઉપયોગ કરે તથા ધાન્યાદિ જે વસ્તુઓ વેચવા જેવી હોય તેનું વેચાણ કરવું વગેરે. અહીં કર્મ શબ્દથી શ્રત અને ચારિત્રરૂપ મેક્ષાનુષ્ઠાન પણ ગ્રહણ કરવું, એ શાસ્ત્રકારને અભિપ્રાય છે. “શર્મ વિવાળિથતિ મોસાનુંss શુરવાત્રિ વાા” તાત્પર્ય કે જે ભૂમિના મનુષ્ય ખેતીવાડી, ગોપાલન, વ્યાપાર તથા વિવિધ પ્રકારના ઉદ્યોગ-ધંધાઓ વડે પિતાની આજીવિકા ચલાવે છે તથા મેક્ષમાર્ગનું રહસ્ય સમજીને તેની પ્રાપ્તિ માટે વિવિધ પ્રકારની ધાર્મિક પ્રવૃત્તિઓ કરે છે, તેને કર્મભૂમિ કહેવાય છે.
તીર્થકરે, ચક્રવર્તી , વાસુદેવે, બળદેવે વગેરે શલાકા પુરુષે કર્મભૂમિમાં જ જન્મે છે અને સાધુ-સંતને યોગ પણ કર્મભૂમિમાં જ થાય છે. વળી જિનેશ્વર ભગવાનની મૂર્તિઓ, મંદિર અને તીર્થો જે ભવસાગર તરવાનાં મહાન સાધન ગણાય છે, તે પણ આ ભૂમિમાં જ નિર્માણ થાય છે. વિશેષ શું? મોક્ષગમનની ક્રિયા પણ આ ભૂમિમાંથી જ થાય છે. " અઢીદ્વીપમાં આવી કર્મભૂમિઓ પંદર છે. તે આ રીતે?
ભરત એરવત મહાવિદેહ જંબુદ્વીપ ૧
૧ ૧ ૧ ધાતકીખંડ ૨
૨. અર્ધપુષ્કરવાર ૨
.
.
. .
. . . ૫. ગુલ ૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org