________________
૨૮
જીવ-વિચાર-પ્રકાશિકાર
જલરાક્ષસ તરીકે ઓળખે છે અને તેનાં દર્શન થતાં જ કાળ આવી પહોંચ્ય” એમ માનીને હતાશ થઈ જાય છે. જો કે આમાં પણ અપવાદ હોય છે, પરંતુ સામાન્ય , અનુભવ આ પ્રકારનો થાય છે. અમે એકટોપસનાં ચિત્રે જોયાં છે અને ફિલ્મમાં તેની જલચર પ્રાણીઓ સાથેની લડાઈ નિહાળી છે, તે પરથી તેનું જરાક્ષસ તરીકેનું વિશેષણ સાર્થક લાગે છે.
જલચરના પાંચમા ભેદમાં મગરની જાતિ આવે છે કે જે તેના તીણા દાંત અને ભયંકર પૂંછડા માટે પ્રખ્યાત છે. તે મોટા તળાવમાં, સરેરેમાં તથા સમુદ્રમાં ઉત્પન્ન થાય છે અને કોઈ કોઈ વાર નદીઓનો પ્રવાહમાં પણ તણાઈ આવે છે. વળી કેઈક વાર તેઓ જલાશયના કિનારે આવી ચૂપચાપ પડ્યા રહે છે. તેમને રંગ મોટા ભાગે કિનારાની માટી જેવું હોય છે, એટલે મનુ તથા પશુઓ છેક તેમની નજીક જાય ત્યાં સુધી ખબર પડતી નથી. પરંતુ મગરે આ તકને લાભ બરાપર ઉઠાવે છે, એટલે કે તેમને પગ પકડીને જળમાં ખેંચી જાય છે અને ત્યાં ભયંકર દાંતે વડે બચકાં ભરીને તેમના જીવનને કરુણ અંત આણે છે.
મગનું બળ પાણીમાં ઘણું હોય છે, એટલે તેની સાથે લડવાનું કામ સહેલું નથી; આમ છતાં કઈ કઈ મનુષ્ય તેમની સાથે લડીને સફલતાથી બહાર આવ્યાના દાખલાઓ નેંધાયેલા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org