________________
૨૧૬
જીવ-વિચાર-પ્રકાશિકા. નરક જેવું ભયંકર દુખ અન્યત્ર કેઈ સ્થળે નથી. પપાતિક સૂત્રમાં કહ્યું છે કે “જી મહાહિંસા કરવાથી, મહા પરિગ્રહ ધારણ કરવાથી, પંચેન્દ્રિય ને વધ કરવાથી તથા માંસનું ભક્ષણ કરવાથી નરકમાં ઉત્પન્ન થાય છે.”
બૃહસંગ્રહણી-પ્રકરણમાં કહ્યું છે કે “મિચ્છાણિ, મહાઆરંભી, મહાપરિગ્રહી, તીવ્ર ક્રોધી, શીહીન (દુષિત ચારિત્રવાળા), રુદ્ર પરિણમી અને પાયમતિ જીવ નરકનું આયુષ્ય બાંધે છે.”
શ્રી શ્રાદ્ધપ્રતિકમણુસૂત્રની વૃત્તિમાં કહ્યું છે કે, “ નરકના ચાર દરવાજા છેઃ રાત્રિભેજન, પરસ્ત્રીગમન, બળ અથાણું અને અનંતકાયનું ભક્ષણ.”
સારાંશ કે પાપી પ્રવૃત્તિમાં મગ્ન રહેનારા જીવે પિતાનાં પાપનું ફળ ભેગવવા નારકીમાં ઉત્પન્ન થાય છે અને તે નિરંતર અકથ્ય યાતનાઓ અનુભવે છે.
વૈદિક સંપ્રદાયે પણ પાપીઓને ઉત્પન થવા માટે નીચે પ્રમાણે સાત નરકે માનેલી છે: (૧) અતલ, (૨) વિતલ, (૩) સુતલ, (૪) રસાતલ, (૫) તલાતલ, (૬) મહાતલ અને (૭) પાતાલ. - ઈસ્લામ અને ખ્રિસ્તી ધર્મમાં પણ નરક જેવાં સ્થાનની માન્યતા છે.
તાત્પર્ય કે દુષ્ટ કર્મો કરનારને મૃત્યુ બાદ એવા સ્થળે ઉત્પન્ન થવું પડે છે કે જ્યાં અકથ્ય વેદનાઓ
· Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org