________________
૨૦૦ -
જીવ-વિચાર–પ્રકાશિકા માન્યું નથી. એ કેટલાક મૂળભૂત રસનું મિશ્રણ છે અને તેથી જ તે સર્વરસ–સબરસની ખ્યાતિ પામેલ છે.
ધ્રાણેન્દ્રિયને વિષય પ્રાણ કે ગંધ છે, એટલે તેના વડે સુગંધ કે દુર્ગધ પારખી શકાય છે. કેટલાક વૈજ્ઞાનિકોએ ગંધના વિવિધ પ્રકારે પાડવાના પ્રયત્ન કર્યા છે, પણ હજી સુધી તે સર્વમાન્ય થઈ શક્યા નથી, એટલે અહીં સુગંધ અને દુર્ગધ એવા જે બે પ્રકારે માન્યા છે, તે જ ઉચિત છે.
- ચક્ષુરિન્દ્રિય વિષય રૂપ છે, એટલે તેના વડે કાળે, નિલે (વાદળી), પીળો, રાતે અને જો એ પાંચ પ્રકારના વણે કે રંગે જાણી શકાય છે. હાલને વ્યવહાર લાલ (તે), પીળા અને વાદળી રંગને “મૂળ” તથા બાકીના બધા રંગને મિશ્ર માનવાને છે. જેમકે–લાલ અને પીળાના મિશ્રણથી નારંગી, પીળા અને વાદળીના મિશ્રણથી લીલે, વાદળી અને લાલના મિશ્રણથી જાંબૂડે વગેરે. વળી કાળા તથા ધેળાને પણ એક પ્રકારનું મિશ્રણું માનવામાં આવે છે, પરંતુ અસલ કાળે રંગ કે અસલ ધૂળ રંગ મિશ્રણથી બની શક્તો નથી. અલબત્ત, તેને મળતે રંગ બનાવી શકાય છે.
શ્રોત્રેન્દ્રિયને વિષય શબ્દ એટલે ધ્વનિ કે અવાજ છે એટલે તેના વડે સચિત્ત, અચિત્ત અને મિશ્ર એ ત્રણ પ્રકારને શબ્દ જાણી શકાય છે. અહીં સચિત્ત શબ્દથી જવ વડે બેલા શબ્દ સમજ. જેમકે–ભ્રમરને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org