________________
વિકસેન્દ્રિય જીવે
ભાવાર્થ કાનખજૂરા, માંકડ, જુ (લીંખ), કડી, ઉધઈ મકડા, ધાન્યમાં ઉત્પન્ન થતી ઈયળ, ઘીમેલ, સવા, ગીગેડની અનેક જાતે, ગયા, એરકીડા, છાણના કીડા, કડા, ધાન્યના કીડા, કંથવા, ગોવાળણુ, ગળ-ખાંડમાં થતી ઈયળ તથા ગોકળગાય વગેરેને ત્રણ ઇન્દ્રિયવાળા જ જાણવા.
વિવેચન ત્રણે ઇન્દ્રિયવાળા જેને બે ઈન્દ્રિયવાળા કરતાં ધ્રાણેન્દ્રિય એટલે સૂંઘવાની ઈન્દ્રિય વધારે હોય છે.
ત્રણ ઇન્દ્રિયવાળા છે અનેક પ્રકારના હોય છે અને તે જુદા જુદા અનેક સ્થાને ઉત્પન્ન થાય છે, તે અહીં રજૂ થયેલી યાદી પરથી સ્પષ્ટ સમજાય તેવું છે. પરંતુ આમાં કેઈ જત્પન્ન કીડા નથી, એટલું નોંધપાત્ર છે. જલત્પન કીડાઓ મોટા ભાગે બે ઈન્દ્રિયવાળા હોય છે કે જેની નામાવલિ પાછલી ગાથામાં અપાયેલી છે.
આ કીડાઓની શરીરરચના, તેમની ખાસિયત વગેરેનો આજે ઊંડો અભ્યાસ થઈ રહ્યો છે અને તે માટે અનેક પુસ્તકો લખાયેલાં છે.
चरिदिया य विच्छ ढिंकुण भमरा य भमरिया तिडा । मच्छिय डंसा मसगा कंसारी--कविल-डोलाई ॥१८॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org