________________
૧૮૦
જીવ-વિચાર-પ્રકાશિત
૧૩ સૂમ પર્યાપ્ત વાયુકાય. ૧૪ સૂક્ષ્મ અપર્યાપ્ત વાયુકાય. ૧૫ બાદર પર્યાપ્ત વાયુકાય. ૧૬ બાદર અપર્યાપ્ત વાયુકાય. ૧૭ સૂફમ પર્યાપ્ત સાધારણ વનસ્પતિકાય. ૧૮ સૂફલ્મ અપર્યાપ્ત સાધારણ વનસ્પતિકાય. ૧૯ બાદર પર્યાપ્ત સાધારણું વનસ્પતિકાય. ૨૦ બાદર અપર્યાપ્ત સાધારણ વનસ્પતિકાય. ૨૧ બાદર પર્યાપ્ત પ્રત્યેક વનસ્પતિકાય. ૨૨ બાદર અપર્યાપ્ત પ્રત્યેક વનસ્પતિકાય.
આ બાવીશ પ્રકારમાં અગિયાર પર્યાપ્ત છે અને અગિયાર અપર્યાપ્ત છે, દશ સૂક્ષમ છે અને બાર બાદ છે તથા ચાર સાધારણ છે અને બાકીના અઢાર પ્રત્યેક છે.
આ પ્રમાણે પાંચ રસ્થાવરેનું સૂક્ષ્મ–આદર સ્વરૂપ જાણીને તેની દયા પાળવા માટે યત્નશીલ રહેવું, એ. જીવદયાપ્રેમીનું પરમ કર્તવ્ય છે.
આ વિવેચન સમાપ્ત કરીએ તે પહેલાં જે એક પ્રશ્ન ઘણા તરફથી પૂછાય છે, તેને ઉત્તર આપવાનું યોગ્ય લેખીએ છીએ. આ પ્રશ્ન એ છે કે “પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ વિના આપણે જીવન ધારણ કરી શક્તા નથી. તેમાં પણ પાણું અને વાયુની જરૂર છે ઘણી જ પડે છે. પાણી વિના સાધારણ રીતે દશ-આર દિવસમાં મૃત્યુ નીપજે છે અને વાયુ વિના તે અમુક
જ છીએ. આ અતિ વિના :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org