________________
વનસ્પતિના જીવન પર આછા દષ્ટિપાત
છે. વળી આ વૃક્ષને કેટલાક તંતુઓ હોય છે, જે હવામાં લટક્તા હોય છે. જો કે મનુષ્ય તેને અડકે તે તે તરત વીંટળાઈ જાય છે અને બીજા તંતુઓ પણ તેના તરફ ધસારે કરી તેના શરીરે ભરડે લઈ લે છે. પછી એ મનુષ્ય થડ તરફ ધકેલાય છે અને તેના રાક્ષસી પાંદડાંઓ વાંકા વળવા લાગે છે. જ્યારે તે તદ્દન નજીક આવી પહોંચે છે ત્યારે તેના તીણું કટકે પેલા મનુષ્યના શરીર પર ભેંકાવા લાગે છે અને તેમાંથી રક્ત છુટે છે, તે થડ અને પાંદડાં ચૂસી લે છે અને તેને છેડી જ વારમાં નિર્જીવ બનાવી દે છે જ્યારે એ મનુષ્યનાં રક્ત-માંસ પૂરાં ચૂસાઈ જાય ત્યારે પાંદડાંઓ ફરી ઊંચાં થવા લાગે છે, તંતુઓ છુટા પડે છે અને એ વૃક્ષ પાછું મૂળ હાલતમાં આવી જાય છે. ત્યાંના જંગલી લેકે કઈપણ મનુષ્યને પ્રાણવધની શિક્ષા કરવી હેય, ત્યારે તેને આ વૃક્ષની પાસે લાવે છે અને તેના થડ તરફ ધકેલી દે છે, એટલે ઉપર કહ્યું તેમ તેના જીવનને કરુણ અંજામ આવે છે. કેટલાક વિદેશી પ્રવાસીઓએ આ દશ્ય સાક્ષાત્ જોયું છે અને તેની છબીઓ વાનપત્રમાં પ્રકટ કરેલી છે.
(૬) નિદ્રા અને જાગૃતિ ? “ જીવંત પ્રાણુઓમાં નિદ્રા અને જાગૃતિ ” એ બે પ્રકારની અવસ્થાઓ જોવામાં આવે છે. આવું કંઈ વનસ્પતિમાં છે કે તેને ઉત્તર હકારમાં સાંપડે છે. પૃઆડ, આંબલી વગેરે વૃક્ષનાં પાન અમુક વખતે બીડેલાં રહે છે અને અમુક વખતે પૂરેપૂરાં ખીલેલાં હોય છે. આને નિદ્રા તથા જાગૃતિને ભાવ સમજ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org