________________
જીવ-વિચાર-પ્રકાશિકા
એ તે સર્વવિદિત છે કે અનુકૂળ આહારથી પ્રાણીઓનાં શરીર નીરોગી તથા પુષ્ટ રહે છે અને પ્રતિકૂળ આહારથી રોગગ્રસ્ત તથા કૃશ બને છે. હવે વનસ્પતિમાં પણ આ જ સ્થિતિ જોવાય છે. તેને અનુકુળ ખાતર-પાણું મળે છે તે નીરોગી રહે છે અને પુષ્ટ થાય છે તથા પ્રતિકૂળ આહાર મળે તે રેગગ્રસ્ત અને કૃશ બને છે. અમુક વનસ્પતિને અમુક પ્રકારનું ખાતર નાખવું, અમુક વખતે અમુક પ્રમણમાં પાણી પાવું વગેરે જે નિયમ બાંધવામાં આવ્યા છે, તેમાં મુખ્ય વસ્તુ આ જ છે. આજે ખેતીવાડીનાં પ્રદર્શનમાં ૧૨ રતલને મૂળ, ૧૫ રતલનું રીંગણું કે ૨૫ રતલનાં પપૈયાં મૂકવામાં આવે છે, તે એમ બતાવવાનું કે જે અનુકૂળ ખાતર આપીએ તે વનસ્પતિની કાયા કેટલી કદાવર થાય છે !
કેટલીક વનસ્પતિનાં પાંદડાં કીડાં, કરોળિયા, માખી. વગેરે જતુઓને પકડી લે છે અને તેને રસ ચૂસી લે છે. ડૂસેરા, આલન્દ્રો, પગીકુલા, આકુલેરિયા વગેરે આ જાતની વનસ્પતિ છે. રતાળુના પાંદડાં વિષે પણ આવું જ કહેવાય છે. ડિસેરાના છોડથી અર્ધો ઈંચ ઊંચે માખીને લટકાવવામાં આવે તે ડીવારમાં તે પિતાનાં પાંદડાંના કાંટા તે તરફ ઊંચા કરીને તેને પોતાના પંજામાં સપડાવે છે.
આફ્રિકાનાં માડાગાસ્કર ટાપુમાં એક વૃક્ષ મનુષ્યભક્ષી તરીકે ઓળખાય છે. તે આઠથી દસ ફુટ ઊંચું હોય છે અને તેના પર કુંવારપાઠાના આકારનાં લાંબા પાંદડાં હોય છે કે જેની ધારમાં તીણ કંટકેની હાર આવેલી હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org