SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ જીવ-વિચાર-પ્રકાશિકા પ્રાણુઓને નિયત આયુષ્ય હેય છે, તેમ વવપતિને પણ નિયત આયુષ્ય હોય છે. કેટલીક વનસ્પતિનું આયુષ્ય ટૂંકું હોય છે, તે કેટલીક વનસ્પતિનું આયુષ્ય લાબું કે ઘણું લંખું હોય છે. આપણે સે વર્ષ ઉપરના મનુષ્યને બળવા જઈએ તે કેઈક જ મળે છે, પણ સો વર્ષ જૂનાં વૃક્ષો હજારેની સંખ્યામાં મળી આવે છે. ખજૂરીનાં વૃક્ષે ૩૦૦-૪૦૦ વર્ષનું આયુષ્ય સહેલાઈથી ભેગવે છે. જેરૂસેલમમાં એલપ્લા નામનાં વૃક્ષો થાય છે, તે ૮૦૦ વર્ષનું આયુષ્ય ભેગવે છે. ચેસ્ટનટનાં વૃક્ષે ૧૦૦૦ વર્ષ સુધી જીવે છે. પ્રયાગ પાસે ભેંયરાને વડ ૧૫૦૦ વર્ષ જૂને ગણાય છે અને હવે તે કેટલાંક ૫૦૦૦ વર્ષ જૂનાં વૃક્ષે પણ મળી આવ્યાં છે! () શરીરરચના : મનુષ્યાદિ જીવંત પ્રાણુઓને જેમ વિશિષ્ટ પ્રકારની શરીરરચના હોય છે, તેમ વનસ્પતિને પણ વિશિષ્ટ પ્રકારની શરીરરચના હેય છે. તેમાં મૂળ, સ્કંધ (થડ), શાખા, પ્રશાખા, પત્ર, પુષ્પ, ફળ આદિ અનેક અંગે અવલોકી શકાય છે. આધુનિક વનસ્પતિશાસ્ત્રીઓ કહે છે કે “વનસ્પતિનાં મૂળિયાં હાજરીનું કામ કરે છે, તેમાં ફરતે રસ લેહીની ગરજ સારે છે અને પાંદડાં ફેફસાનું સ્થાન સાચવે છે. કેટલાંક વનસ્પતિનાં મૂળિયાં તે એટલાં શક્તિશાળી હોય છે કે તે દૂર દૂર પથરાય છે અને ત્યાંથી પિતાને જોઈને આહાર ગ્રહણ કરી લે છે. એક બાવળનાં મૂળ ૬૬ ફુટ દર આવેલા કુવા સુધી પહોંચ્યાં હતાં અને તેમાંથી પાણી ચૂસતાં હતાં ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001113
Book TitleJiva Vichar Prakashika yane Jain Dharma nu Prani Vigyan
Original Sutra AuthorShantisuri
AuthorDhirajlal Tokarshi Shah, Dharmadhurandharsuri, Kirtivijay, Mahaprabhavijay, Dharmanandvijay
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1972
Total Pages501
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, & Biology
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy