________________
વનસ્પતિના જીવન પર આછા દૃષ્ટિપાત
અમારું બાળપણ ગામડામાં વ્યતીત થયું હતું કે જ્યાં સામાન્ય રીતે વનસ્પતિના વિશેષ સંસર્ગમાં આવવાનું બને છે. અમારા ફળિયાના ખુલ્લા ભાગમાં ચેમાસાના દિવસે દરમિયાન શેડાં શાકભાજી વવાતાં. તેમાં ભીડ ગવાર, તુરિયાં તથા કહેળું મુખ્ય હતાં. બીજ વવાયા પછી એ ઉગવા માંડતાં અને તેને કૂણું કૂણાં પાન આવતાં, ત્યારે અમારા આનંદ અને આશ્ચર્યને પાર રહેતે નહિ. એક નાનકડા બીજમાંથી આ બધું શી રીતે તૈયાર થતું હશે? અને તેને તૈયાર કરનારું કર્યું હશે ? એ પ્રશ્ન અમારા બાલમાનસમાં વારંવાર ઉઠતે.
એને જવાબ એમ મળ કે “રાત્રે ભગવાન છાનામાને આવીને આ બધું બનાવી જાય છે !' એ વખતે અમારા માટે “ભગવાન” શબ્દ એટલે ભારે હતું કે તેની સામે કંઈ પણ બેલવાની, વિચારવાની કે પ્રશ્ન કરવાની હિંમત ચાલતી નહિ, પરંતુ આ છેડ–વેલાઓને અમે રેજ જોયા જ કરતા. ખાસ કરીને ફૂલની સામે તે અમે ટગર ટગર તાકી જ રહેતા. તેની સુંદર કેમલ કાયા, તેને ચિત્તાકર્ષક રમણીય રંગ, તેમાંથી આવતી અમુક પ્રકારની ખુશબે અમારાં સંવેદનશીલ હૃદયને ભાવનાથી ભરી દેતી. તેમાંનું કેઈ ફૂલ ખરી પડતું તે મનમાં એક પ્રકારની
ગ્લાનિ થતી, એક પ્રકારની ગમગીની ફેલાઈ જતી. આ રહ્યું અમારી ભાંગી–તૂટી ભાષામાં એ વખતનું સંવેદન
* સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર પાસે આવેલું દાણવાડા ગામ. ત્યાં આજે આશરે ૨૫૦૦ મનુષ્યોની વસ્તી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org