________________
" -વનસ્પતિકાય
૧૭
. પ્રથમને માટે માત્ર આલુ અને બીજાને માટે રક્તાલુ-રતાળુ
એ શબ્દપ્રયોગ થતું હશે. અહીં બંનેને સાથે નિર્દેશ છે, એટલે તે એકજ જાતિના હવા વિષે કંઈ શંકા રહેતી નથી.
હિંદી અને બંગાળી ભાષામાં બટાટાને આ કહેવામાં આવે છે, પણ તે અર્થ અહીં સંગત નથી, કારણ કે અટાટા એ મૂળ તે દક્ષિણ અમેરિકાની પેદાશ છે અને સર વેલ્ટર રેલે તેને સને ૧૬૪૫ ની સાલમાં ઈંગ્લાંડ લાવ્યે એ નિશ્ચિત છે. ત્યાર પછી તે હિંદુસ્તાનમાં આવ્યા છે, એટલે પ્રાચીન ગાથાઓમાં તેને ઉલ્લેખ સંભવી શકો નથી. પરંતુ અહીં પ્રસંગવશાત્ એ જણાવી દઈએ કે અટાટા પણ અનંતકાય જ છે, કારણ કે તેને કાપતાં સરખા ગેળ કકડા થાય છે, તેમાં તાંતણું નથી અને તેને એક ભાગ વાવીએ તે ઉગે છે. થડા વર્ષ પહેલાં “બટાકા અને તેનું વિજ્ઞાન” નામની એક પુસ્તિકા પ્રકટ થઈ હતી અને તેમાં બટાટા કંદમૂળ નથી, પણ ડાળી પર થાય છે અને એક જાતનાં ફળ છે, માટે તે ખાવામાં હરક્ત નથી, એવું પ્રતિપાદન કરવામાં આવ્યું હતું, પરંતુ સાધારણ કે અનંતકાયની વ્યાખ્યા ઘણું વ્યાપક છે અને તેમાં કંદમૂળ “ઉપરાંત બીજા પણ અનેક પ્રકારેને સમાવેશ થાય છે. અમે ઉપર જણાવી ગયા તેમ બટાટાને સાધારણનાં લક્ષણે લાગુ પડે છે, એટલે તે એક જાતની સાધારણ કે અનંતકાય વનસ્પતિ છે અને તેથી ત્યાગ કરવા યોગ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org