________________
૧૨૬
જીવ-વિચાર-માહિક
કાર્બન ડાયોકસાઈઠ વગેરે વાયુઓ હોય છે. આ ઉપરાંત પાણીની વરાળ અને બીજા ઘન પદાર્થોની રજકણે અને સૂક્ષ્મ જીવજંતુઓ પણ હોય છે.
વાયુ નજરે દેખાતું નથી, આમ છતાં તેને વજન પણ હોય છે અને તેનું અમુક પ્રકારનું દબાણ પણ હોય છે. દાખલા તરીકે ૧૦ સેન્ટીમીટર લાંબે, ૧૦ સેન્ટીમીટર પહેળે અને ૧૦ સેન્ટીમીટર ઊંચે ખાલી ડબ્બ હેય તે તેની અંદર ૧ લિટર હવા હોય અને તેનું વજન ૧.૩ ગ્રામ હોય. એક કાચના વાસણમાંથી હવા ખેંચી લઈને - વજન કરવામાં આવે અને પછી હવા ભરાવા દઈને વજન કરવામાં આવે તે હવાવાળું કાચનું વાસણ વધારે વજનદાર હોય છે. તે પરથી આ માપ દૂનકકી કરવામાં આવ્યું છે. વળી બે મીટર વગેરે સાધનથી હવાનું દબાણ કેટલું છે ? તે જાણી શકાય છે.
ટૂંકમાં, વાયુના અનેક પ્રકારે છે અને તેમાં ચેતનતત્વ હોઈ તેને શરીરરૂપે ધારણ કરનાર ને વાયુકાયિક છે કહેવામાં આવે છે. વાયુ વિના જીવન ધારણ કરવું મુશ્કેલ છે, આમ છતાં તેની દયા પાળવાની ભાવના રાખવી
અને તે પ્રમાણે યથાશક્તિ વર્તવું, એ જીવદયાપ્રેમીઓનું - કર્તવ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org