________________
મંગલ, અભિધેય આદિ
હું તે કેવી રીતે કહું છું?” તે કદ મન્ચે જુદાહિં–જેમ પૂર્વાચાર્યોએ કહ્યું છે, તેમ; પરંતુ મારી. મતિથી નહિ.
ભાવાર્થ ત્રણ લેકના સમસ્ત પદાર્થોને પ્રકાશ કરનાર એવા શ્રી મહાવીર સ્વામીને નમસ્કાર કરીને, જીવ–અજીવ વગેરેને અલ્પ બોધ ધરાવનારાઓને વિશેષ ધ પમાડવા માટે, પૂર્વાચાર્યોના કથન અનુસાર હું જીવનું કંઈક સ્વરૂપ કહું છું..
" વિવેચન ભયાનક ભવસાગરમાં ભ્રમણ કરનાર પ્રાણુઓના. ઉપકાર માટે પ્રવહણ સમાન તત્વજ્ઞાનને ઉપદેશ આપવાની ઈચ્છા રાખનારા શ્રીમાન શાન્તિસૂરિજી મહારાજે શિષ્ટાચારના પરિપાલન અર્થે પ્રારંભમાં ઈષ્ટદેવને પ્રણામ કરવાના હેતુથી તથા ગ્રંથના અભિધેય એટલે વિષયને સૂચવવાના આશયથી આ પ્રથમ ગાથા કહી છે.
વિશેષતાથી કહેવું હોય તે એમ પણ કહી શકાય કે મંગલાચરણ, વિષય, સંબંધ, પ્રજન અને અધિકારી એ પાંચેયનું સૂચન કરવા માટે તેઓશ્રીએ આ પ્રથમ ગાથા રજૂ કરી છે.
અહીં “ત્રણ લોકના સમસ્ત પ્રદાર્થોને પ્રકાશ કરનાશ એવા શ્રી મહાવીર સ્વામીને નમસ્કાર કરીને આ. શબ્દ મંગલાચરણરૂપ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org