________________
પંચ પ્રતિક્રમણસૂત્રો
ગાથાર્થ :- પાપો અને શત્રુઓ `ઉપર વિજય મેળવનાર ‘ઉત્તમ મંત્રવાળો એકસો સિત્તેરનો `યંત્ર એ ‘પ્રમાણે બારણામાં આલેખીને નિ:શંકપણે તેની ॰દરરોજ ``પૂજા કરો. ૧૪.
વિશેષાર્થ :- આ સાથે આ સ્મરણમાં બતાવેલો સર્વતોભદ્ર યંત્ર આપવામાં આવેલ છે. આમાંના મંત્રાક્ષરો મંત્રશાસ્ત્રના નિયમ પ્રમાણે જુદા જુદા સંકેતો છે. મંત્રશાસ્ત્ર એટલે જુદા જુદા અક્ષરો સાથે કુદરતની જુદી જુદી શકિત અને દેવોના કાર્યસાધક અને પદ્ધતિસર સંકેતો. મંત્રશાસ્ત્રમાંથી તેના અર્થો જાણી લેવા. આ સ્તોત્ર ઉપરથી બીજા ઘણા મંત્રો થાય છે. તે ટીકા વગેરે યંત્રોવાળા ગ્રંથથી જાણવા. અજિતનાથ ભગવાનના વખતમાં વધારેમાં વધારે સંભવતાં ૧૭૦ તીર્થંકર ભગવંતો વિદ્યમાન હતા. પાંચ ભરતમાં, પાંચ ઐરવતમાં અને પાંચ મહાવિદેહની ૧૬૦ વિજયોમાં એમ ૧૭૦ કુલ એકીસાથે વિદ્યમાન હતા.
૭૩૨
આ યંત્ર ગોરોચંદન, કપૂર, ચંદન, કસ્તૂરીનો સાત વાર કાંસાની થાળીમાં લેપ કરીને છાયામાં સૂકવી તેમાં સોનાની સળીથી આ યંત્ર લખી ધૂપ, દીપ, પુષ્પથી પૂજા કરી તે ધોઈને પીવાથી રોગ નાશ પામે છે. તાંબા અથવા ચાંદીના પતરા ઉપર લખીને કે કોતરાવીને પૂજા કરવી અને જરૂર પડે તો તે ધોઈને પીવાથી કાર્યસિદ્ધ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org