________________
૭૨૦
પંચ પ્રતિકમાણસૂત્રો
પાલિકાદિ પ્રતિક્રમણ થાય છે.
(૩) તે બન્નેય સિવાયનો વિધિ દિવસમાં કે રાત્રિમાં કે પક્ષમાં જ આવશ્યકોની આરાધના કરી હોય, તો તે સંક્ષેપમાં કરી લેવા માટેનો છે. તે સ્પષ્ટ સમજાશે.
આ રીતે વિચાર કરતાં વિધિઓના ઘણા સૂક્ષ્મ હેતુઓ પણ વિચારી શકાશે.
પ્રતિક્રમણ સંબંધી ઉપયોગી વિષયો (૧) મુદ્રા: મુદ્રા ત્રણ વપરાય છે : “યોગમુદ્રા, જિનમુદ્રા, અને મુક્તાશુક્તિમુદ્રા". બે હાથની દશ અંગુલિ માંહોમાંહે અંતરિત કરીને કમળના ડોડાને આકારે હાથ જોડી પેટની ઉપર કોણી સ્થાપવી તે “યોગમુદ્રા”. આ મુદ્રા વડે ચૈત્યવંદન, શક્રસ્તવ-નમુત્થણં, સ્તવન આદિ કહેવાય છે. આગળના ભાગમાં ચાર આંગળ અંતર રાખવું, પગના તથા પાછળના ભાગમાં તેથી કંઈક ઓછું રાખવું, તે “જિનમુદ્રા' કાઉસ્સગ્ન વગેરે, ઊભા ઊભા કરવાની સર્વ ક્રિયા આ મુદ્રાએ કરવામાં આવે છે. તથા તેમાં યથાસંભવ યોગમુદ્રાનો પણ ઉપયોગ કરવામાં આવે છે. બે હાથ કમળના ડોડાની પેરે પોલા જોડી રાખીને લલાટે લગાડવા, તે “મુક્તાશુક્તિ' મુદ્રા. આ મુદ્રાએ “જાવંતિ ચેઇઆઈ “જાવંતિ કવિ સાહુ' અને “જયવીયરાય” કહેવા. તેમાં લલાટે હાથ રાખીને તો ફકત “આભવમખંડા” પર્યત “જય વિયરાય” કહેવા. વંદિતુ બોલતાં ધનુષ્યબાણ ખેંચનારની જેમ વરમુદ્રા કરવાની હોય છે.
(૨) સ્થાપના : આચાર્ય મહારાજના ૩૬ ગુણે કરીને સહિત એવા ગુરુમહારાજની સમીપે ક્રિયા કરવી. તેમને અભાવે અક્ષાદિકની સ્થાપના કરવી. તે ન હોય તો જ્ઞાન, દર્શન, ચારિત્રનાં ઉપકરણોની
સ્થાપના કરવી. અક્ષ [ગુરુમહારાજ સ્થાપનામાં રાખે છે તે]. વરાટક [કોડા] કાઈ, ડાંડા, પાટી વગેરે કાષ્ઠનાં ઉપકરણો, પુસ્તક, ચિત્રકર્મ [ચિવેલી ગુરુની મૂર્તિ વા જિનમૂર્તિ અથવા ગુરુની પ્રતિમા કે જિનપ્રતિમા] એટલા પ્રકારે સ્થાપના કરવી. જ્ઞાનનાં ઉપકરણો, પુસ્તક, નવકારવાળી, જિનપ્રતિમા વગેરે, દર્શનનાં ઉપકરણો તથા ચારિત્રનાં ઉપકરણો પાત્ર, કંબળ, રજોહરણ, મુહપત્તિ આદિ જાણવા વળી સદ્ભાવ સ્થાપના [ગુરુની મૂર્તિ તથા પ્રતિમાદિકની] તથા અસદ્ભાવ સ્થાપના [આકાર રહિત અક્ષાદિકની એમ બે ભેદે સ્થાપના જાણવી. વળી ઈ–રિક [થોડો કાળ રહે તે પુસ્તક તથા નવકારવાળીની) અને યાત્કથિક [ઘણો કાળ પર્યત રહે તે પ્રતિમા તથા અક્ષાદિકની] એમ પણ બે ભેદે સ્થાપના જાણવી.
(૩) વાંદણાથી પ્રગટ થતા છ ગુણ : (૧) ગુરુમહારાજનો વિનય, (૨) અભિમાનનો નાશ, (૩) જિનાજ્ઞાનું પ્રતિપાલન, (૪)શ્રુત-ધર્મનું આરાધન. (૫) પૂજ્ય ગુર્નાદિકની પૂજા અને (૬) અક્રિયપણું (સિદ્ધત્વ) એમ છ ગુણ પ્રગટ થાય છે.
(૪) પ્રતિકમાણને વિષે કિયા, કર્તાને કર્મનું વર્ણન કર્તા- પ્રતિક્રમણ કરનાર. કિયા - પાપશુદ્ધિને અનુકૂળ મન, વચન અને કાયાને પ્રવર્તાવવારૂપ. કર્મ - મિથ્યાત્વ, કષાયાદિ અથવા પાપ – રજરૂપનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org