________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
૭૧૯
તેને માટે લેખક તરફથી કરાવાયેલી છે. પ્રસંગે તે બહાર પાડશે, તો વિધિઓને હેતુઓના ખપી જીવોને ઉપયોગી થશે.
આ ઉપરથી જૈન સંઘમાં પ્રચલિત દરેક આચારો, ક્રિયાઓ, ધાર્મિક રૂઢિઓ, ઉદ્યાપનો સંઘો કાઢવા, ઉત્સવો, તપશ્ચર્યાઓ, વિવિધ વ્રતો વગેરે ઉપર જણાવેલ ધોરણોને અનુસરીને વિવિધ પ્રકારનાં છ આવશ્યકો જ હોય છે. તે તે માત્ર જીવોને તે તે પ્રસંગે વ્યકિતગત કે સામુદાયિક રૂપે કરવાનાં હોય છે.
ચોમાસી દેવવંદન, ચોમાશી ચતુર્વિશતિ તવ છે. સંઘ કાઢવો એ જાહેર ચતુર્વિશતિ સ્તવ છે. ઉદ્યાનો કરવા એ દર્શનશુદ્ધિ છે. ચોખ્ખા વહીવટો કરવામાં પૂરતી કાળજી અને બિનસ્વાથ સેવાભાવ રાખવા, એ વીર્યાચાર છે, કાયોત્સર્ગ વગેરે છે.
અનેક પ્રકારનાં વિજ્ઞાનોને લગતા પ્રામાણિક સિદ્ધાંતોની શાસ્ત્રીય પદ્ધતિ ઉપર રચાયેલી ગોઠવણી રૂપ શાસ્ત્રો, અને તેના સામુદાયાત્મક તત્ત્વજ્ઞાન શાસ્ત્ર અને તેનો મોક્ષપ્રાપ્તિમાં ઉપયોગ થાય તેવી ગોઠવણ, તે યુત સામાયિકનો વિષય છે. તેની આરાધના તે સમ્યગૃજ્ઞાન છે, જ્ઞાનાચાર છે. માટે યુત પણ સામાયિક બને છે.
સર્વવિરતિ ચારિત્રનું જઘન્યઅધ્યવસાયસ્થાનક જઘન્ય સર્વવિરતિ સામાયિક અને શૈલેશીકરણના અધ્યવસાય સ્થાનક ઉત્કૃષ્ટ સર્વવિરતિ સામાયિક,
આ પ્રમાણે પક્ષમાં, ચોમાસામાં અને વર્ષમાં જ આવશ્યકો કરવાનાં હોય છે. ચારેય સામાયિકવાળાઓમાં :- બાળ મધ્યમ, બુધ લોકોને માટે જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ કયા કયા આચાર દિવસમાં, પક્ષમાં, વર્ષમાં, જીવનમાં છ છ આવશ્યકો રૂપે કરવાનાં હોય ? હાલ જૈન સંઘમાં કયાં કયાં પ્રચારમાં છે ? પ્રાચીનકાળમાં કયાં કયાં હતાં ? અને હાલ પણ શાસ્ત્રાનુસાર કયા કયા કરી શકાય ? વગેરેને લગતો એક સ્વતંત્ર ગ્રંથ થાય છે. જે પ્રસંગે બહાર પાડવાથી જનસમાજને આ વિષે ઘણું જાણવાનું મળી શકે તેમ છે. અત્રે માત્ર તેનો સંક્ષેપથી નિર્દેશ માત્ર કરવામાં આવેલ છે.
“પાંચ પ્રતિક્રમણો કરવા માત્રથી કર્તવ્ય પૂરું થાય છે,” એમ નથી, પરંતુ એ પ્રમાણે દિવસમાં, રાતમાં, પક્ષમાં, ચાર માસમાં અને સંવત્સરમાં, જઘન્ય મધ્યમ અને ઉત્કૃષ્ટપણે જિન આજ્ઞા પ્રમાણે કાયમ છ આવશ્યકમય ધર્મારાધન કરવું જ જોઈએ, અને તેમાં ખામી આવે, તો તે સુધારવા માટે પ્રતિક્રમણ કરીને પ્રાયશ્ચિત્ત કરી શુદ્ધ થવું જોઈએ. છતાં કોઈ અનિવાર્ય કારણોથી તે પ્રમાણે આરાધના ન થઈ શકી હોય, તો પણ છેવટે આ પ્રતિક્રમણો કરીને પણ સાથે યથાશકિત આરાધના કરી લેવી જોઈએ. એટલે પણ પંચ પ્રતિક્રમણ તો ચારેય પ્રકારના સામાયિકવાળાઓ માટે અવશ્ય કર્તવ્ય તરીકે ઠરે છે.
(૧) ઠાઉથી અઢાઇજેસુ સુધીમાં છ આવશ્યકમય મુખ્ય પ્રતિક્રમણાવશ્યક થાય છે. (૨) અને પાક્ષિકાદિ મુહપત્તિ પડિલેહણથી માંડીને ખામણા સુધી વચ્ચે જ છ આવશ્યકમય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org