________________
પંચ પ્રતિક્રમણસૂત્રો
પ્રવેશ કરવા વડીલોને ખામવા માટે છે. બીજો દરેકે પોતપોતાનાં અંત:કરણોમાં સર્વ જીવો પ્રત્યે ખમાવવા માટેનો છે, અને ત્રીજો ચાલતા પાક્ષિકાદિ પ્રતિક્રમણ કરવામાં કે આખો પક્ષ સમાપ્ત થવામાં થયેલા અપરાધોની ક્ષમાપના માટે છે.
૧૫. અહીં ચાર ખામણા ખામવામાં આવે છે. તેનો ભાવ એ જણાય છે કે, પંદરે દિવસે, ચાર માસે કે વર્ષે ગુરુ-શિષ્યના હમ્મેશના અંગત સંબંધની અને તેમાં બનતા પ્રસંગોની અહીં ફરી સ્મૃતિ કરવામાં આવે છે. તે વિષે તે બન્નેય ફરી ચર્ચા કરે છે. “હવેથી હું કેમ વર્તીશ ?'' તેની ગુરુ મહારાજને ખાતરી આપે છે, ને વારંવાર વંદન કરે છે. ભૂલોની માફી માંગે છે. ગુરુ આશીર્વાદો આપે છે.
૭૧૫
આ ખામણા ગુરુ-શિષ્ય પૂરતા જ છે. એટલે શ્રાવકો તેને સ્થાને નવકાર મંત્ર બોલી વિધિ સાચવે છે.
પ્રાયશ્ચિત્તાદિથી શુદ્ધ થયેલ શિષ્ય વિશેષ આગળ વધવા તત્પર થાય છે, અને આવા શુદ્ધ શિષ્ય તરફ ગુરુની અનુમોદના વધતાં સહર્ષે તેને આગળ વધારવા ગુરુ મહારાજ નિમ્નાર પારગ થવાની શુભાશિષોથી પ્રેરે છે. બસ, પ્રતિક્રમણનું છ આવશ્યકમય પાક્ષિક પ્રતિક્રમણ અંગ પૂરું થાય છે, ને પછી બાકીના દેવસિઅ પ્રતિક્રમણની શરૂઆત થાય છે.
૧૬. અહીં પાક્ષિકને ઉદ્દેશીને જે લખેલું હોય, તે ચોમાસી અને સાંવત્સરિક માટે પણ સમજવું. પાક્ષિકાદિક એટલે પણ આ ત્રણ જ સમજવાં.
૧. દેવસિય અજ્જુટ્ઠિઓ સુધી દેવસિઅ પ્રતિક્રમણનું પેટા પ્રતિક્રમણ આવશ્યક પહોંચે છે. તેથી વંદિત્તુ પહેલાના નવકારથી આ અદ્ભુદ્ઘિઓ સુધી દેવસિઞ પ્રતિક્રમણાવશ્યક ચાલુ છે, એમ સમજવું.
૨. દેવસિઅ કાયોત્સર્ગ પ્રસંગે પણ ક્ષેત્ર દેવતા અને ભુવન દેવતાના કાયોત્સર્ગો પાક્ષિકાદિને ઉદ્દેશીને શાંતિ તુષ્ટિપુષ્ટિ માટે હોય છે. સુદેવયાની સ્તુતિ પòિસૂત્રને અંતે બોલાઈ જાય છે અને ક્ષેત્રદેવતાની સ્તુતિ રોજ પ્રમાણે બોલાય છે. ભુવન દેવતા જો કે ક્ષેત્રદેવતામાં સમાય, છતાં ભુવન દેવતાની સ્તુતિપર્વ દિવસ નિમિત્તે ખાસ તે સ્થાનના ભુવનના દેવતાની તુષ્ટિ પુષ્ટિ માટે સ્તુતિ બોલાય છે. ૩. નમોસ્તુ વર્ધમાનાય ગુરુ મહારાજને પૂરું બોલવા દેવામાં આવે છે, તેનું કારણ પરમ વિનય બતાવવા માટે છે.
૪. સ્તવન અજિતશાંતિનું બોલવાની સ્તોત્રકારે જ ભલામણ કરી છે. મધુર, કાવ્યમય અને અદ્ભુત ભકિતરસથી ભરેલું આ સ્તોત્ર મીઠી અને પ્રાસાદિક પ્રાકૃત રચનામાં અન્તિમ મંગળ તરીકે અને સ્તવન તરીકે યોગ્ય જ છે. વરકનકથી સમસ્ત તીર્થંકર ભગવંતોનું સંક્ષિપ્ત સ્તવન સચવાય છે. એ વાત તો આગળ આવી ગઈ છે.
૫. અઢાઇજેસુથી મુનિવંદન કર્યાં સુધીમાં, દેવસિઅ પ્રતિક્રમણ ઠાઉથી શરૂ કરેલ દેવસઅમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org