________________
૭૧૦
પંચ પ્રતિક્રમણ સૂત્રો
આવે છે. આપણે એક વખત નકકી કરી ગયા છીએ કે મુહપત્તિનું પ્રતિલેખન ચાલુ ક્રિયા કરતાં બીજી મહત્ત્વની ક્રિયામાં પ્રવેશ કરવાની પ્રાર્થના અને પ્રતિલેખનાની સૂચના કરવા માટે હોય છે. જે ક્રિયાને લગતું મુહપત્તિ પ્રતિલેખન કર્યું એટલે તે ક્રિયામાં પ્રવેશ કરવાની રીતસર સહી કરી આપ્યા બરાબર તે સમજવાનું છે. કેમકે જે વ્યક્તિએ મુહપત્તિ પડિલેહવી હોય, તે વ્યક્તિ તે ક્રિયાની માંડલીમાં ગણાય છે, બીજી ગણાતી નથી. આજ ઉદ્દેશથી-મુહપત્તિ ન પડિલેહી હોય. તે વ્યકિતને છીંક આવે, તો તેનો બાધ ગણવામાં આવતો નથી.
(૨) ત્યાર પછી બે વાંદરાં - પાક્ષિક પ્રતિક્રમણમાં પ્રવેશ કરવા માટે ગુરુની આજ્ઞા મેળવવા, તથા ગુરુનો વિનય કરી તેમાં સહાનુભૂતિ મેળવવા માટે દેવાય છે. અહીંથી દેવસિઅને બદલે દરેક ઠેકાણે પખિઆ શબ્દ વાપરવાની શરૂઆત થાય છે.
(૩) પછી સંબુદ્ધા ખામણાં પાક્ષિક અભુટિક ખામવામાં આવે છે. અહીં સંબુદ્ધ એટલે જ્ઞાન અને ચારિત્રમાં સમૃદ્ધ આચાર્યાદિક શાસનના કે સમુદાયના ત્રણ મહંત પુરુષોને - અને જે પછી બે જ બાકી રહેતા હોય, તો પાંચેયને - પ્રથમ અભુઠિઓ ખામીને પાક્ષિક પ્રતિક્રમણ જેવા મહત્વકાર્યમાં પ્રવેશ કરવામાં આવે છે.
(૪) આલોચના એ પ્રતિક્રમણનું એક અનિવાર્ય અંગ છે. એ વાત આગળ જણાવી છે. તેથી પ્રથમ પાક્ષિક આલોચના શરૂ કરે છે. અને સંક્ષેપમાં પ્રથમ ઈચ્છે આલોએમિ. થી આલોચના સૂત્ર બોલી ગુરુ મહારાજનો આદેશ મેળવી પાક્ષિક અતિચાર બોલે છે. અને છેવટે ગુરુ આજ્ઞાથી ૧૨૪ અતિચાર આલોચીને મિચ્છામિ દુકકડ દેવામાં આવે છે.
પાંચ આચારના, અને તેમાંના ચારિત્રાચારમાં અંતર્ગત શ્રાવકને લગતા – સમ્યકત્વના તથા ૧૨ વ્રતના અને સંલેખનાના, અતિચાર પછી એકંદર
૧. જિનેશ્વર પરમાત્માઓએ પ્રતિષિદ્ધ કર્યું હોય, તેનું આચરણ કર્યું હોય. ૨. જિનેશ્વર પરમાત્માની આજ્ઞા મુજબ વિહિતકર્તવ્યનું અનાચરણ કર્યું હોય. ૩. જૈન ધર્મ ઉપર અશ્રદ્ધા રાખી હોય, અને ૪. જિનોપદેશથી વિપરીત પ્રરૂપણા કરી હોય.
એ ચાર વ્યાપક આલોચનાના તથા એકંદર મુખ્ય મુદ્દાઓના અતિચારોનું ઉપસંહારમાં મિચ્છામિ દુકાં દેવાથી સંપૂર્ણ પ્રકારનું મિચ્છામિ દુકકડું દેવાય છે. ચૈત્યવંદન, સ્તવન, સજઝાય, સ્તુતિ, આલોચના પાઠ અને શાંતિ પાઠ એ છ ઐચ્છિક હોવાથી અતિચાર ભાષામાં છે. સાત લાખ, અઢાર પાપસ્થાનિક ભાષામાં છે અને તે કોઈ વ્યક્તિ આડા અવળા ન બોલે’ માટે બાળ જીવોની સગવડ માટે પૂર્વાચાર્યોએ શાસ્ત્રાનુસાર જે રચી આપ્યા છે, તે જ બોલાય છે. આલોચના એટલે ગુરુમહારાજ સમક્ષ દોષો ખુલ્લા કરવા. પક્ષ દરમ્યાન જે જે ભૂલો થઈ હોય, તે તે યાદ કરીને
શ્રી ગુરુમહારાજ આગળ પ્રગટ કરતા હોઈએ, તેવી ઢબે અને ભાવવાહી ભાષામાં તે બોલવા જોઈએ. ૫. આ પ્રમાણે ગુરુ આગળ દોષોનું આલોચન કર્યા પછી, તેનું પ્રાયશ્ચિત કરવું, તે પ્રતિક્રમણ. તે
કરવાની સવ્યસ્સ વિ- સૂત્રથી તૈયારી બતાવાય છે, અને ગુરુ પાસે પાક્ષિક પ્રાયશ્ચિત્ત મંગાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org