________________
૬૧૨
પંચ પ્રતિકમાણસૂત્રો
શહેરો અને દેશોમાં ગૌવધ બંધ છે ત્યાં તેઓ વસે, તે વખતે તેમને એ કાંઈ આડે ન આવે. તેથી મુસલમાનોને આગળ કરીને ભવિષ્યમાં છૂટ માટેનું વાતાવરણ ઘડી લેવામાં આવે છે. કેમ કે, હિંદુ પ્રજામાં હવે એવી કંઈક નબળાઈ તેમણે જોઈ છે. આ બધી ભવિષ્યની યોજનાઓનાં બીજ તરીકે સરધારના અને સાણંદની પાસેના શિકારોની ગોઠવણો માનવાને કારણ મળે છે. આ વસ્તુઓ અભ્યાસી સિવાય સમજી શકાશે નહીં. આ ત્રીજી મુશ્કેલી, ઇત્યાદિ.
જીવદયાનો અથવા અહિંસાનો પ્રશ્ન એટલો બધો વ્યાપક છે અને આજે તેના ઉપર સીધા આડકતરા એટલા બધા ઘા આવી રહ્યા છે કે, જેનું વર્ણન કરતાં મોટું પુસ્તક થાય તેમ છે, જે અહીં આપી શકાય નહીં. આ બાબત ૨૦૦-૩૦ પાનાંનો નિબંધ લખી શકાય છે. તેમાંથી સંક્ષિપ્ત સૂચન જ અહીં મૂકવામાં આવેલ છે. અમારે આટલું પણ અહીં એટલા માટે લખવું પડ્યું છે કે, આજે અહિંસા, સત્ય, ઉન્નતિ અને પ્રગતિ વગેરે નામ નીચે એવી રચનાત્મક પ્રવૃત્તિ ચાલે છે કે, જેમાં હિંસા, અસત્ય, અવનતિ છુપાયેલાં છે. એવી ગૂઢ બાબતો જગતમાં ફેલાઈ રહી છે અને તે ઈડિયા ઑફિસ વગેરે ભારત મોટા ખર્ચે ફેલાવાતી હોય, એમ અનુમાન કરવાને કારણ મળે છે. તેથી ભૂલથી પ્રજા ન દોરવાય અને જાણવાનું મળે માટે અમારે આટલું લખવાની જરૂર પડી છે.
આજના જમાનામાં એક પ્રવૃત્તિ અનેક દિશાઓથી ચાલુ થાય છે. ટુકડે ટુકડે શરૂ થાય છે, વખત જતાં બધી પ્રવૃત્તિઓ એકીસાથે મળી જાય છે અને છેવટે વ્યાપક કાયદાનું સ્વરૂપ લઈ શકે છે. તેના દાખલા તરીકે નીચેનો એક જ મુદ્દો બસ થશે. તે પ્રમાણે સેંકડો બાબતોમાં સમજવાનું છે. સંતતિનિયમન :૧. દેશના હિતચિંતકોએ અંગ્રેજીમાં અંગ્રેજ લેખકોએ લખ્યું કે, “આ દેશમાં બેકારી ઘણી છે. અને
સંતતિનું પ્રમાણ વધતું જાય છે, વગેરે.” દેશી લેખકોએ લખ્યું કે, “ખાદ્ય ખોરાકી ઉત્પન્ન થાય છે, તેના પ્રમાણમાં માનવ સંખ્યા વધતી જાય છે. માટે તેના ઉપર અંકુશ આવવો જોઈએ. રોગો, લડાઈઓ વગેરે કારણો તો છે, પણ તેટલાં પૂરતાં નથી. ૨. ગાંધીજીએ સ્વીકાર્યું કે, સંતતિનિયમન એ તેનો ઉપાય છે, પરંતુ તેનું સાધન બ્રહ્મચર્ય હોવું જોઈએ. ૩. મદ્રાસ ઇલાકામાં તે જાતની સંસ્થાઓમાં મોટા મોટા અમલદારો અને કેળવાયેલા લોકો જોડાયા
અને ધારાસભામાં એ વાત ગઈ. ૪. વડી ધારાસભામાં પણ એ વાત ગઈ, પણ વિચારણા માટે પડી છે. ૫. એક બાઈએ યુરોપથી આવીને તેના પ્રચારને ટેકો આપ્યો અને સુવાવડના દુ:ખથી બચવા સ્ત્રીઓની
સભામાં ઉપદેશ આપ્યો. તે પહેલાં તેણે થી ગાંધીજીને મળીને એ પરોપકારના કાર્યમાં આશીર્વાદ પહેલો મેળવ્યો અને એટલું જ સૂત્ર તેમાંથી પકડ્યું કે, “મહાત્માજી પણ સંતતિનિયમનમાં માને છે.” બસ એટલી જ વસ્તુ પ્રચાર અને જાહેરાતને માટે પૂરતી હતી. ભલે તેના ઉપાયમાં મતભેદ હોય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org