________________
પંચ પ્રતિકમાણસૂત્રો
૬૧૧
ઊભો થયો અને તે મિ. હ્યુમ સાહેબે સ્થાપેલી કોંગ્રેસે હાથમાં લીધો. એટલે સરકારે સીધી રીતે આ પ્રશ્ન પોતાના હાથમાં ન રાખતાં કોંગ્રેસના હાથમાં જવા દીધો. ગાંધીજી વગેરે નેતાઓ સમાધાનની ખાતર નમતું આખે જ જાય અને સાંભળવા પ્રમાણે ત્યાં સુધીની વાતો બહાર આવી કે, “ગાયોની કતલની બાબતમાં હિંદુઓ સહમત નહીં થાય, પરંતુ વિરોધ કરશે નહીં.” હિંદુઓ ગાયની બાબતમાં વિરોધ ન કરવાની જાહેર કબૂલાત આપે, એટલે હિંદુઓની ગાય વિષેની લાગણી લગભગ મવા પડી ગણાય. હિંદુઓ આમ નથી બોલતા પણ તેના કૃત્રિમ બની બેઠેલા આગેવાનો આમ બોલે, એ આ જમાનાના રંગનું પરિણામ છે. કેમ કે, તેઓ અરધા પરદેશી-યુરોપીય વિચારના બની ગયેલા છે અને “વાની બાબતને યોગ્ય બંદોબસ્ત કરવા પ્રયાસ કરશે.” આમ થાય તો મહાજનની સંધિમાં જે પેશ્વાઈ વગેરેની સત્તા વખતે જે સ્થિતિ ગોઠવાયેલી તેમજ હિંદુઓની લાગણી સચવાયેલી, તે આમાં ન સચવાય તે બનવા જોગ છે.
જો કે, કોંગ્રેસના નેતાઓમાં મોટો ભાગ હિંદુઓનો છે. પણ તે વાસ્તવિક રીતે હિંદુઓના રીતસરના નેતાઓ નથી. છતાં નેતાઓ બનીને હિંદુઓની વતી ગમે તેવી સંધિ કરે, તે પ્રજાને કબૂલ રાખવી પડે. કેમ કે, તેમને પરદેશી સત્તાઓએ નેતા-મોટામાં મોટા નેતા બનાવવાથી પ્રજા કાંઈ પણ બોલવા ન પામે, એવા ઘણા હેતુઓ ગર્ભિત રાખ્યા હોય છે. છતાં ઈચ્છાએ અનિચ્છાએ સ્વરાજ્યનો ગોળ તાળ લાગેલ હોવાથી નેતાઓ ગણાતા કબૂલે ને પ્રજાને કબૂલ કરવું પડે. આ હિંદુઓની મુસલમાનો સામેની પહેલી મુશ્કેલી.
બીજું, વસાહતોના પ્રશ્નમાં પરદેશીઓને વસાવવા માટે આ દેશની મૂળ પ્રજાને ઓછી કરવી પડે. તેમાં સીધા પરદેશીઓને હિંદુઓની સામે ગોઠવવા કરતાં મુસલમાનોને ગોઠવવા વધારે ઠીક ગણાય. એટલે જુદાં જુદાં કારણો અને બહાના નીચે તેઓને ધંધાઓમાં તથા સર્વત્ર વધુ હકકો આપવામાં આવે અને તેની કબૂલાત તો કોંગ્રેસ નેતાઓ મારફત જ અપાવાની, એટલે આ દેશમાં મોટી સંખ્યાના હિંદુઓની સત્તા, જાગીરો, જમીનો, ધંધા વગેરે મોટા પ્રમાણમાં જે તેના હાથમાં છે, તેમાં મુલસમાનોને ભાગીદાર તરીકે ગોઠવી દેવાથી તેમની પાસેથી કમી થયે જાય. પછી મુસલમાનોના હાથમાંથી લઈ લેતાં કેટલી વાર ? કેમ કે, એક ચાવી દબાવવાથી તે તેમને મળેલ હોય છે, ત્યારે બીજી ચાવી દબાવવાથી લઈ લેતાં શી વાર? કેમ કે મુસલમાન ભાઈઓને મળેલ તે કોઈ સ્વપુરુષાર્થનું પરિણામ નથી, કે જે લેતાં વાર લાગે. આ બીજી મુશ્કેલી.
- હવે ત્રીજું, ગાયોની કતલમાં હિંદુઓએ આંખ આડા કાન જેવું રાખવાનું કરે, તો મુસલમાનોએ હિંદુઓની લાગણી જાળવવી ન જાળવવી એ તેમની મરજીની વાત જેવું બની રહે. આ સ્થિતિમાં ઉપર જણાવ્યા પ્રમાણે પશુઓનો સંહાર ચાલે. હિંદુઓ લાચાર મને નભાવ્યે જાય. ગરીબ મુસલમાનોના સસ્તા માંસાહારનો પ્રશ્ન આગળ આવે, અને સંહાર વધુ પ્રમાણમાં ચાલુ રહે, તેનું પરિણામ શું?
જે કે આનો લાભ મુસલમાનો પણ ભાગ્યે જ લઈ શકવા સંભવ છે. પરંતુ અહીં પરદેશીઓની લાગવગ થતાં તેઓને કેટલાક દેશી રાજ્યોમાં જ્યાં ગૌવધ બંધ છે, કેટલાક હિંદુઓની અસરવાળાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org