________________
૬૦૨
.
પંચ પ્રતિકમાણસૂત્રો
પ્રદેશોમાં કરવામાં આવ્યા છે. તેમાં કે સ્વાર્થની બાજી જ છે. સારાંશ કે, તેમાં અહિંસાને કશો વિજય નથી. કેમ કે, તે ખરી અહિંસા જ નથી. સરહદી પ્રાંતોના પ્રદેશના લડાયક લોકોને અહિંસાનો ઉપદેશ આપવા સરકારે તેમને જવા દીધા હોય, તેટલા ઉપરથી અને તેઓને કંઈક અસર થઈ હોય, તેમાં પણ અહિંસાનો વિજય નથી. કેમ કે, લડાયક બળથી તેઓને હતાશ કર્યા બાદ અથવા ગભરાટમાં નાંખ્યા બાદ અહિંસાના ઉપદેશથી તેમના ઘવાયેલા ખમીરને ઠંડું કરવાની એ તરકીબ કેમ ન હોય ? અને તેમાં મુત્સદ્દીઓએ તેઓશ્રીનો ઉપયોગ કેમ કર્યો ન હોય ? ખરી રીતે તેમજ જણાય છે. એટલે કે, ગાંધીજીની અહિંસાનો કઈ બાબતમાં ખરી અહિંસાના રૂપમાં વિજય થયો છે ? તે કોઈ પણ સમજાવી શકે તો સમજવા તૈયાર છીએ. જે અહિંસામાં પરિણામે મહાહિંસા હોય, તે હિંસા જ છે. અને જે હિંસામાં તત્કાલીન હિંસા હોય, અને પરિણામે અહિંસા હોય તે પણ અહિંસા છે. પરંતુ તુરતમાંયે અહિંસા અને પરિણામેય અહિંસા, તે શુદ્ધ અહિંસા છે. જૈન શાસ્ત્રોમાં અહિંસા અટક વગેરેમાં હિંસાના, અહિંસાના અનેક ભેદ વિચારપૂર્વક સમજાવવામાં આવેલા છે. તેનો ખૂબ વિચાર કરી જેવાથી અહિંસાનું વાસ્તવિક તત્ત્વજ્ઞાન સમજી શકાય તેમ છે. અનુકંપા, પરિણામે અહિંસા, હેતુ અહિંસા, દ્રવ્ય અહિંસા, ભાવ અહિંસા, તહેતુ અહિંસા વગેરે અનેક પ્રકારો પાડવામાં આવેલા છે. ભાવ અહિંસામાં માનસિક અહિંસા, આત્મિક અહિંસા, માર્ગ અહિંસા વગેરેનો સમાવેશ થાય છે. અર્થાત જૈન દર્શનમાં બતાવેલ પાંચ આચાર, ત્રણ રત્નો, સામાયિક ધર્મ, સંયમના ૧૭ પ્રકાર, તપના ૧૨ પ્રકાર એ પણ સર્વ એક રીતે ખરી અહિંસાના જ પ્રકારો છે.
કેટલીક વાર નાની હિંસા મોટી અહિંસાનું કારણ હોય, તો તે હિંસા પણ અહિંસા ગણાય છે. અને માર્ગનો લોપ, ઉન્માર્ગનો ઉપદેશ, આધ્યાત્મિક સંસ્કૃતિનો લોપ, ખરા મહાત્માઓની નિંદા, ખરા મહાત્માઓના ઉપદેશમાં શંકા, વહેમ, અશ્રદ્ધા, બીજી તરફ જડવાદની પ્રતિષ્ઠા, જડવાદને આડકતરી રીતે પણ મદદ, જડવાદની સંસ્કૃતિનાં અંગપ્રત્યંગોને મદદ વગેરે પણ હિંસા જ છે.
રાજ્ય સામે થનાર કરતાં રાજ્ય સામે થવાનો ઉપદેશ આપનાર વધારે ગુનેગાર ગણાય છે, ને તેને મોટી સજા થાય છે. ચોરી કરનાર કરતાં “ચોરી કરવામાં કોઈ પણ રીતે પાપ નથી, પણ પુણ્ય જ છે.” એમ જાહેર ઉપદેશ આપનાર અદત્ત વ્રતધારી છતાં પણ વધારે ગુનેગાર ગણાય છે.
તે જ પ્રમાણે પ્રાણી હિંસા કરનાર કરતાંયે અહિંસક ધર્મ-માર્ગનો લોપ કરનાર, તેને હરકત કરનાર વધારે હિંસક છે. તે જ પ્રમાણે કોંગ્રેસ અને તેના નેતાઓ તથા જીવદયા મંડળી તથા કેટલાક પરદેશીઓ આધ્યાત્મિક સંસ્કૃતિને ધકકો લગાડે છે અને જડવાદની સંસ્કૃતિને સીધો યા આડકતરો મજબૂત ટેકો આપે છે, માટે તે વધુમાં વધુ હિંસા છે. માટે તે ગમે તેવી હોય તો ય અહિંસા તાજ્ય છે. તેથી અહિંસા અને હિંસાની વ્યાખ્યા હંમેશાં સાપેક્ષ હોય છે. તેની સામાન્ય વ્યાખ્યાઓ જુદી હોય છે. વિશેષ અને સૂક્ષ્મ વ્યાખ્યાઓ જુદી હોય છે અને દરેક સાપેક્ષ હોય છે. હિંસા પણ અહિંસા ગણાય છે અને અહિંસા પણ કોઈ વખતે હિંસા ગણાય છે. માટે આજની અહિંસા હિંસા છે, ત્યારે ભારતની આર્ય સંસ્કૃતિની સાપેક્ષ હિંસા પણ અહિંસા હોઈ શકે છે અને તેમની શુદ્ધ અહિંસા તે શુદ્ધ અહિંસા જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org