________________
પંચ પ્રતિકમણસૂત્રો
૬૦૧
ત્યારે આજની અહિંસાનું પરિણામ શું આવ્યું છે ? તે કોઈ સમજાવી શકે તેમ છે ? અથવા શું પરિણામ આવવા વકી છે ? તે પણ મુદ્દાસર ખરેખરા અર્થમાં શાંતિપૂર્વક કોઈ સમજાવી શકે તેમ છે ?
“અસહકારની લડાઈમાં સામે થયા વિના લડવાની આવડત અને હિંમત પ્રજામાં ચાલુ અહિંસાથી આવેલ છે.” એમ કોઈ કહે તો તે તો કેવળ હસવા જેવી જ વાત છે. એ બેઠા બળવા જેવી લડાઈ તો ઢઢેરાની સ્કીમને અમલમાંથી કાઢી નાંખીને ફેડરલ સ્કીમનો અમલ કરાવવા વાતાવરણ ગરમ કરવા માટે બ્રિટિશ મુત્સદ્દીઓને જરૂરની હતી. તેમજ જ સુધી કેળવાયેલાઓને પંપાળ્યા હતા તેને બદલે નવા કેળવાયેલાઓને આગળ લાવવા તથા જૂનાઓને કસોટીમાં મૂકવાની તેઓને જરૂર હતી. માટે લડાઈ ચાલવા દેવા માટે એ ચાલવા દીધી હતી.
લૉર્ડ ઈરવીન સાહેબના કહેવા પ્રમાણે “આ બુદ્ધિની લડાઈ” હતી, અને આ દેશના બનાવટી આગેવાનો મારફત આ દેશની પ્રજાને બુદ્ધિમાં મહાત કરવાને હતી. આ લડાઈ કાંઈ શસ્ત્રધારી કે શસ્ત્રાસ્ત્ર વાપરી શકે તેવા લોકો સાથે નહોતી. તેવી લડાઈ સરહદોમાં હતી અને ત્યાં શસ્ત્રાસ્ત્રનો ઉપયોગ થયો જ છે. પરંતુ બુદ્ધિજીવી લોકોની સાથે શત્રાસની લડાઈનું કામ જ શું હોય ? કેમ કે તેમને ઉશ્કેરણી પૂરતું કંઈક જોઈએ અને ઉશ્કેરાયા પછી દેશની ઉન્નતિની હિલચાલમાં તેનો ઉપયોગ કરવાનો હતો, જે થઈ રહ્યો છે. એટલે તેમાં પણ શાસ્ત્રની લડાઈની જરૂર જ નહોતી, જેથી તેમાં પણ કાંઈ પરિણામ આવ્યું નથી. કેમ કે, એ હિલચાલને દર વખતે દાબી દેવામાં આવી છે અને તે તે વખતે દરેક દેશનેતાઓ પાણીમાં બેઠા છે. પરંતુ જેટલી ઉશ્કેરણી કરાવીને જુદી જુદી યોજનામાં તેમને રોકવાની જરૂર હતી તેમાં રોકયા છે. પ્રજાનો પ્રેમ તેમને મેળવી આપેલ છે. અને મિ. હ્યુમે દીર્ધદષ્ટિ વાપરીને સ્થાપેલી બ્રિટિશ પાર્લમેન્ટના દૂરના અંગભૂત કોંગ્રેસના વર્તુળમાં તેમને ગોઠવીને તેઓનો જે લાભ લેવાનો હતો તે લીધો છે. નવી નવી ચીમકીઓ ભરીને ઉશ્કેરી અને તેનો લાભ લઈને વળી શાંત થવા દે, વળી ઉશ્કેરે, વળી શાંત થવા દે એમ મુત્સદીઓ પ્રથમથી જ ચલાવ્યે જાય છે. અને આ દેશમાં વસાહતી સંસ્થાનોના સ્વરાજ્યને લાયકના કાર્ય માટેની તૈયારી કર્યે જાય છે. તથા ખાદી મારફત, યાંત્રિક ઉદ્યોગો હિંદમાં ખીલવવા માટે આફ્રિકામાં જ્યારે ગાંધીજી હતા ત્યારથી મિ. એન્ડ્રૂઝ વગેરેએ તેમના મગજમાં આવી વાતોની ગતિ મૂકેલી, જેની અજમાયશ અહીં આવ્યા બાદ કરાવીને તેને પૂરતો લાભ બ્રિટિશ મુત્સદ્દીઓએ લીધો છે, લે છે અને લેશે. એટલે એ બાબતમાં પણ અહિંસાનો વિજય ગણી શકાય તેમ નથી. પરંતુ ઊલટી યુવકોને મા-બાપ, ધર્મ, ધર્મગુરુ, જ્ઞાતિ, જાતિ વગેરેની સામે સ્વતંત્રતાને નામે ઉદ્ધત બનાવ્યા છે, અને અસહકાર અને સત્યાગ્રહને નામે દરેક બાબતમાં ખોટા હઠીલાં થતા કર્યા છે.
અલબત્ત, દાંડીની કૂચ વખતે યુરોપીય સમાચાર પત્રોના ખાસ પ્રતિનિધિઓએ તેના મોટા મોટા હેવાલો આપીને રાજ્યદ્વારી દષ્ટિથી તેનો ઉપયોગ કર્યો છે. અને દુનિયામાં માન પ્રતિષ્ઠા અપાવરાવ્યાં છે. તેનું કારણ “કોંગ્રેસની બધી હિલચાલનો લાભ પરિણામે ગોરી પ્રજાને મળવાનો છે. અને તેના મુખ્ય નેતા તરીકે ગાંધીજી હોવાથી પોતાના લાભના એ કાર્યની દષ્ટિથી તેમનાં વખાણ આંતરરાષ્ટ્રીય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org