________________
પંચ પ્રતિક્રમણસૂત્રો
મારફત મહાસભા નામની સંસ્થા સ્થાપીને તેને ચડતીપડતી સ્થિતિમાં મૂકીને આગળ લાવવામાં આવી છે. આજ સુધી કરોડો રૂપિયા કેળવણી પાછળ ખચીઁને દેશમાં જે એક વર્ગ ઉત્પન્ન કરેલ છે, તેને તેમાં સાંકળી લીધો છે. અને તેમાંના આગેવાનોને દેશનેતા તરીકે ઊંચામાં ઊંચી પ્રતિષ્ઠા આપવામાં આવી છે. આજના દેશનેતાઓ આ દેશની ખરી પ્રજાના નેતા નથી જ. દેશનેતાઓનું કૃત્ય દેશમાં નવી સંસ્કૃતિને આગળ વધારે છે. એ રીતે દેશ આગળ વધે છે પરંતુ મૂળ પ્રજાનું બળ તૂટતું જાય છે.
૫૮૪
પરદેશી સંસ્કૃતિના ઉત્પાદકો વખતોવખત એવા સંજોગો ઉત્પન્ન કર્યે જાય છે કે, દેશનેતાઓ તેના વર્તુળથી બહાર નીકળી શકતા જ નથી.
દેશનેતાઓને પોતાની વિરુદ્ધમાં રાખે છે. પરંતુ ભવિષ્યમાં જે કામ કરવાનું હોય છે, તેના લાભનો પ્રચાર તેઓ દ્વારા કરાવી લે છે, દેશનેતા તેની માંગણી કરે છે, સત્તાનો વિરોધ કરે છે. અમુક પ્રજા દેશનેતાની તરફેણ કરે છે. પ્રજા માને છે કે સરકાર પાકો વિરોધ કરે છે. આખરે દેશનેતાની માંગણીનો સ્વીકાર ઘણી ખેંચતાણ બાદ કરવામાં આવે છે. પ્રજાના મોટા ભાગને એમ લાગે છે કે, ‘સરકાર તો આપણા મૂળ રિવાજો અને હકકોનું રક્ષણ કરવા તત્પર છે, પણ આપણા દેશના લોકો જ ઘણી હિલચાલ કરીને અમુક હકકો માંગે છે. તેથી સરકારને આપવા પડે છે.'' સરકાર બતાવી શકે છે કે, “અમો તો કબૂલાતો, સંધિઓ અને પ્રજાની ઇચ્છાને માન આપીને ચાલીએ છીએ. પરંતુ તમારા દેશના નેતાઓ અમારી પાસે માંગણી કરે, ત્યારે અમો તેના તરફ ધ્યાન આપતા નથી પરંતુ, જ્યારે તેની પાછળ પ્રજાનો ટેકો અમને જોવામાં આવે છે, ત્યારે અમારે હકકો આપ્યા વિના છૂટકો નથી થતો. કેમ કે, પ્રજાની ઇચ્છા અને વલણને માન આપીને ચાલવું એ અમારી રાજ્યપદ્ધતિનો પ્રાણ છે.’’ વાત બરાબર છે. દેશનેતાઓ યુરોપ વગેરે સુધરેલા દેશોમાં આર્થિક વગેરેની વૃદ્ધિના પ્રયત્નો જોઈને તેવી સ્થિતિ અહીં આવવા લલચાય એ પણ સ્વાભાવિક છે. ‘‘યુરોપ વગેરેની પ્રગતિનાં તત્ત્વો પ્રચારથી હિંદમાં પણ પ્રજા માટે પ્રગતિકારક થશે.'' એમ દશકાઓથી દલપતરામ, નર્મદ વગેરે મારફત ઠસાવવામાં આવ્યું છે. થોડા લાભો પણ બતાવવામાં આવે છે અને એ પ્રમાણે દેશનાયકોની માંગણીથી નવી નવી સ્કીમો અમલમાં આવતી જાય છે. માંગણી વધુ પ્રમાણમાં કરાવવામાં આવે અને એ બાબતથી પ્રજા પણ સાથે જોડાય. પરંતુ છેવટે વચલે માર્ગે જ અટકાવવામાં આવે છે, એમ ધીમે ધીમે આગળ વધવામાં આવે છે.
એટલે કે આ દેશમાં ગોરી પ્રજાનું સંસ્થાન સ્થાપવાના ભાવિ કાર્યક્રમને માટે જે જાતની તૈયારીની જરૂર છે, તે તૈયારી જુદા જુદા વિભાગો પાડીને તેને લગતા કાયદા સુધારાના નામથી પસાર કરાવીને કર્યે જવાય છે. તેનું જ્ઞાન પહેલેથી જ કૉલેજ, પેપરો વગેરે દ્વારા દેશનેતાને અપાયેલું હોય છે.
વળી દેશનેતાઓની સંખ્યા પણ મોટા પ્રમાણમાં હોય છે, કોઈની મદદ અમુકમાં તો કોઈની મદદ અમુકમાં. એમ જુદી જુદી રીતે જુદાં જુદાં કાર્યોમાં મદદ લેવાય તેવી ગોઠવણ છે. તેમજ દેશનેતાઓમાં પણ કેટલાક ધારાસભામાં કાયદો રજૂ કરનારા, કેટલાક પ્રજામાં ભાષણો કરનારા, કેટલાક જાહેર પ્રજામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org