________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
૫૬૧
આખર મોટાં યંત્રોની હરીફાઈમાં ટકી શકે જ નહીં, એ સ્વાભાવિક છે. પરંતુ લોકોના હાથના શુદ્ધ ધંધા છોડાવવા માટે હાલમાં નવાં યંત્રો ખાસ ઉપયોગી છે, જે યુરોપે સારી સંખ્યામાં તૈયાર કર્યા છે.
રેંટિયાની વાત તો માત્ર પુરાણપ્રિય આ પ્રજાના માનસને સંતોષવા અને આધુનિક ઉદ્યોગો માટે પ્રજાને દોરવા માટે, પહેલાં તેમના માનસને ઉદ્યોગેછુ કરવા માટે જ છે. રેંટિયાની વાતનું આટલું જ મહત્ત્વ છે.
અલબત્ત, “આર્ય સંસ્કૃતિ યંત્રોથી વિરુદ્ધ છે.” એમ માનવાને કારણ નથી. કેમ કે, ઘણાં કામોમાં સાદા છતાં યાંત્રિક ગોઠવણવાળાં સાધનોથી ભારતીય આર્યો પોતાનો જીવનવ્યવહાર ચલાવે છે, ગાડું, ચરખો, રેંટિયો, ઘંટી, ઘાણી, સાયડી વગેરે શાસ્ત્રીય સિદ્ધાંત ઉપર રચાયેલાં આબાદ યંત્રો છે. પ્રાચીનકાળમાં આશ્ચર્યકારક યંત્રો પણ બનતાં હતાં. એવા ઘોડા બનાવવામાં આવતા હતા કે, જેઓ અમુક ચાંપ દાબવાથી આકાશમાં ઊડે અને અમુક દબાવવાથી જમીન પર ચાલે, અને અમુક ચાંપ દબાવવાથી પાણીમાં વહાણની માફક તરવા લાગે. લગભગ ઈસ્વીસનના ચોથા સૈકાની આસપાસ રચાયેલા વસુદેવ હિંડી ગ્રંથમાં કોકાસની વાતમાં આવા ઘોડા, યાંત્રિક પારેવા, જે ચોખા ચણી લાવે છે અને યાંત્રિક ઊડતા મહેલની વાત જાણવા મળે છે. પ્રત્યેક બુદ્ધની વાતમાં પણ આકાશમાં ઊડતા લાકડાના ઘોડાની વાત વાંચવામાં આવે છે. આ તો માત્ર વાર્તાઓની હકીકત થઈ. પરંતુ રાજા ભોજના બનાવેલા સમરાંગણ નામના શિલ્પ ગ્રંથમાં દોઢસો શ્લોકનો આખો યંત્ર વિશેનો એક અધ્યાય છે. તેમાં દોડતો હાથી, પાણી ભરતી પૂતળી, પારેવાં, તિજોરીનો રક્ષક, ચોર પકડી લેનાર યાંત્રિક સિપાહી વગેરે યંત્રો બનાવવાની વાત છે. તે ઉપરાંત તેમણે યંત્રો બનાવવામાં પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ વગેરેનો ઉપયોગ કેવી રીતે અને કેવા માપથી કરવો, તે પણ બતાવેલ છે. તેથી આગળ વધીને તે કહે છે કે, “આ શાસ્ત્રનાં તત્ત્વો જાણનાર બુદ્ધિશાળી કારીગર અનેક યંત્રો બનાવી શકશે. હું પણ ઘણાં યંત્રો જાણું છું. પરંતુ કોઈ કોઈ લોકો તેનો દુરુપયોગ કરી નાંખે, માટે દિશા જ બતાવું છું. યંત્રોની વિગતવાર રચના બતાવતો નથી. બુદ્ધિશાળી મારી દિશાસૂચન પ્રમાણે પ્રયત્ન કરશે, તો યંત્રો બનાવી શકશે, પરંતુ હું નથી જાણતો એમ કોઈ માનશો નહીં.”
આપણા પ્રાચીન જૈન શાસ્ત્રોમાં એવી વાત આવે છે કે, “શ્રી અષ્ટાપદ પર્વત ઉપર શ્રી ભરત ચકીએ સિંહનિષદ્યા પ્રાસાદ કરાવીને તેમાં ર૪ તીર્થકરોના માપ અને રચના પ્રમાણેની આબેહૂબ પ્રતિમાઓ ભરાવી તેની રક્ષા કરવા તથા આશાતના નિવારવા, લોઢાના યાંત્રિક પુરુષો ગોઠવ્યા.”
એટલે યંત્રથી વિરુદ્ધ ભારત સંસ્કૃતિ નથી. પરંતુ તે જરૂર પૂરતાં જ હોવાં જોઈએ. તેનો દુરુપયોગ ન થવો જોઈએ, તેનાથી કોઈને વિના કારણે નુકસાન ન થવું જોઈએ. અને તત્વાર્થાધિગમ સૂત્રમાં “અજીવ-અધિકરણ આથવરૂપ હોવાથી જેમ બને તેમ તેનો ઉપયોગ ઓછો થાય તેમ કાળજી રાખવી”. ત્યારે આજે તો આજની સંસ્કૃતિને ટકાવવા આખો યંત્રવાદ ઊભો થયો છે, યંત્રો સામે નહીં. પરંતુ યંત્રવાદ સામે ભારતની સંસ્કૃતિ છે જ અને યંત્રવાદ સાથે બીજા સેંકડો વાદો તેની આજુબાજુ નવા ઉત્પન્ન થઈ સત્યથી રૂપાન્તર પામીને ગોઠવાયા છે. માટે યંત્રવાદના માલના વકરા માટે સ્વદેશીની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org