________________
પ૬૦
પંચ પ્રતિકમાણસૂત્રો
દૂર કરવી જોઈએ. તેને બદલે તેઓના માર્ગમાં મુશ્કેલીઓ મૂકીને તેઓના ધંધા પડાવી લેવા અને તેમને વગોવવા એ અન્યાયની જે કે પરાકાષ્ઠા છે, પરંતુ આ સાંભળે કોણ ? છતાં આમાં કોઈનો દોષ કાઢવાનો નથી. પરદેશીઓ સ્વાર્થને અંગે તેમ કરે, તેમને ઠેકાણે આપણે હોઈએ તો તેમ ન જ કરીએ એમ કહેવું મુશ્કેલ છે. જો કે આપણી પ્રજાનું માનસ એટલી હદ સુધી ઊતરતું નથી. કેમ કે, આપણે જ્યાં જ્યાં ગયા છીએ, તે તે કોઈ પણ ટાપુમાં સ્વતંત્ર રીતે કે આપણા દેશમાં આપણે કોઈને નુકસાન કર્યું જ નથી અને કોઈ કોઈ દાખલા મળે તે તો કવચિત્ જ ગણાય, અથવા તેનું મૂળ સ્વરૂપ જુદું હોવા છતાં તેને ફેરવીને જુદી જ જાતને ગોઠવીને પ્રચારમાં મૂકેલ છે. અનાર્યોને દબાવીને આર્યો આ દેશમાં વસ્યા એ વાત પણ પરદેશીઓએ ફેલાવી છે. તેમાં અસત્યાંશ વધારે છે.
સારાંશ કે, પ્રજાને ચાલુ સંજોગોમાં રહેવા દઈને, તેમાં તેમને સારો સંતોષ આપીને નવા સંજોગોમાં ઘસડવાનાં સાધનો ગોઠવાય તેવો પ્રચાર કરવામાં આવે છે અને જૂનામાંથી પ્રજા નીકળતી જાય ને નવામાં દાખલ થવા લલચાય, તેવા કાયદાઓ પણ ખાસ પસાર કરવામાં આવે છે. આ વસ્તુસ્થિતિ છે, તે જ પ્રમાણે આ દેશમાં તેઓને પોતાનો ઉદય કરવાનો છે. એ ક્રિયા માટે પુષ્કળ પ્રયત્નો ચાલે છે. તેમાં ઊછરતી પ્રજાને સહકાર મેળવવા માટે “દેશના ઉદય' માટે દરેક પ્રયત્ન કરવો જોઈએ.” એ ભાવનાને સારી રીતે પોષવામાં આવે છે.
તે જ પ્રમાણે, સ્વરાજ્ય શબ્દ પણ એક જાતના કોયડારૂપ છે. પરદેશીઓ આજ સુધી રાજકર્તા તરીકે રાજ્ય કરતા આવ્યા છે, પરંતુ હવે પ્રજાના હાથમાં જ રાજ્યતંત્ર મૂકવા માંગે છે. પરંતુ સંપૂર્ણ
સ્વરાજ પ્રજાના હાથમાં આવે, ત્યાં સુધીમાં તો આ દેશમાં આ દેશની વતની કોઈ બીજી જ પ્રજા થઈ ચૂકી હોય, અને તે સ્વરાજ્ય ભોગવે છતાં તેની મહેનત કરે હાલની પ્રજા. એ જ પ્રમાણે સ્વદેશી માલના વપરાશ કરવાની ભાવના. શુદ્ધ સ્વદેશી તે માત્ર શાબ્દિક પ્રચાર પૂરતું જ છે. પરંતુ પરદેશી યંત્રવાદના દેશી કે પરદેશી માલિકોથી ચાલતાં યંત્રોથી બનતા માલના વકરાનાં ક્ષેત્રો તૈયાર કરવા જ તેનો પ્રચાર હતો. કેમ કે, પરદેશી લોકો આ દેશમાં મોટાં મોટાં કારખાનાં ખડાં કરવાનાં છે અને તેમાં જથ્થાબંધ માલ બનશે, તેને સ્વદેશી ગણાવીને સ્વદેશીની હિલચાલ મારફત તેના વકરાનાં ક્ષેત્રો તૈયાર કરવામાં આવ્યાં છે.
આ દેશની સંસ્કૃતિ હસ્તોદ્યોગની છે, અને તેનો લગભગ નાશ થવા આવ્યો છે. છતાં હજુ સેંકડે ૫૦ ટકા આ દેશના લોકો હાથથી કામ કરે છે. તે દરેક ચીજો લોકોને યંત્રોથી બનેલી મળશે. એટલે આપોઆપ તેમના હાથમાંથી એ ધંધા છૂટી પડ્યા છે. ને બાકી હશે તે છૂટી પડશે. જો કે દેશમાં હસ્યોદ્યોગ ખીલવવાની વાત ચાલે છે, તે પણ દ્વિઅર્થી છે. મોટાં યંત્રોને મદદ કરતા થાય અને પ્રથમ સામાન્ય પ્રજાનાં મન યંત્રો તરફ દોરવાય તેવાં નાનાં યંત્રો તૈયાર કરી પ્રચારમાં લાવવામાં આવતા જાય છે. આ વાતની સાબિતી લખનૌનું પ્રદર્શન જોનારાઓ પૂરે છે.
હસ્તોદ્યોગ શબ્દ સાદો અને આપણને પરિચિત લાગે છે. પરંતુ તે નાના હાથ-મશીનોના પ્રચાર માટે હાલમાં યોજવામાં આવેલ છે, પછી તે જ મોટાં યંત્રોના રૂપમાં ફેરવાશે. કેમ કે, નાનાં યંત્રો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org