________________
પપ૪
પંચ પ્રતિકમાણસૂત્રો
ન રહી. સારાંશ કે, “નીતિથી દૃષ્ટિથી રૂા. ૫૦/લેવાનો પછી હકક લેણદારનો નથી અને દેણદાર ઉપર આપવાની ફરજ નથી.” વાસ્તવિક રીતે તે લેનારે રૂપિયા લીધા છે, આપનારે આપ્યા છે. એ વાત સાચી છે. ત્યારે ન્યાયની દૃષ્ટિથી ગમે ત્યારે લેણદાર લેવા હકકદાર છે અને દેણદાર દેવા બંધાયેલ છે. ન્યાય અને નીતિના ફરકનું આ એક દષ્ટાન્ત છે.
માણસ જાત પોતે જગતમાંથી ખાનપાન, રહેઠાણ વગેરે જીવન ઉપયોગી બીજી સામગ્રી દુનિયામાંથી મેળવે છે, તેના પ્રમાણમાં તેણે પોતાના ધંધામાં મહેનત એવી રીતે કરવી જોઈએ કે જેથી કરીને તેનો બદલો વળી રહે. તે કામ ધંધો એવી રીતે કરવો જોઈએ કે કાયદેસર ઠરેલા નીતિને ધોરણે કરવો જોઈએ અને તે બધાની અસર પોતાના વારસદારમાં એવી રીતે મૂકવાની તેની ફરજ છે કે, તેના વારસદારો એવી જ રીતે નીતિને ધોરણે કાયદેસર કામકાજ કરે, આજીવિકા ચલાવે અને ઉત્તરોત્તર પોતાના વારસદારોમાં એ પરંપરા ચલાવે એમ કાયદેસર વર્તન કરવામાં તેમના જીવનનું કર્તવ્ય પૂરું થાય છે. તેથી આગળ કાંઈ પણ તેને કરવાપણું રહેતું નથી, તેથી કાંઈ પણ વિશેષ કરવાની જરૂર પણ તેને નથી. કાયદેસર ચાલતાં કદાચ પોતાના વર્તનથી બીજાને કોઈ પણ જાતની નાની મોટી હાનિ થાય તેની જવાબદારી તે પોતાને માથે રાખી શકતો નથી, પણ તે જવાબદારી, હાનિ ભોગવવાનારને જ શિરે રહે છે, એમ તે સમજે છે. કેમ કે, હાનિ ભોગવનારને હાનિ ભોગવવી પડે છે, તે કેવળ તેની નબળાઈનું જ પરિણામ છે.” એમ તે માને છે.
આ ઉપરાંત, મોટા મોટા સાયન્ટીસ્ટ સાયન્સની અપૂર્વ શોધો કરે ચે, અને તેની પાછળ ભોગ આપે છે ને કેટલાક અખતરા કરતા કરતા મરી પણ જાય છે. આમ તેઓએ શા માટે કરવું? આમ કરવાથી તેમને આજીવનમાં તો ફાયદો મળતો નથી. ઊલટું મરણ જેવું સર્વથી મોટામાં મોટું દુ:ખ ઉત્પન્ન થાય છે. જો તેથી ભવાન્તરમાં કાંઈ પણ લાભ મળવાનો હોય, તો તો અત્યારે મરણાદિક દુ:ખ ભોગવવું વાજબી પણ છે. પરંતુ “આ જીવનમાં દુ:ખ ભોગવવું અને પરભવમાં તેનું સુખ મેળવવા મથવું.” તે બન્નેય સિદ્ધાન્તો આજની સીવીલાઈઝની સંસ્કૃતિના સિદ્ધાન્તથી વિરુદ્ધ છે.
અલબત્ત, તેઓ એમ જવાબ આપશે કે, “માનવજાતની સેવા માટે તેઓ આમ દુ:ખ વેઠે છે.” પરંતુ દુઃખ વેઠીનેય માનવ જાતની સેવા શા માટે કરવી ?
[માનવ જાતની સેવાની ભાવના પણ ખરી રીતે તો, નૈતિક જીવન કરતાં પર એવા આધ્યાત્મિક જીવનનું જ અંગ છે. પરંતુ એ વાતને અત્યારે આપણે જવા દઈએ, આજની માનવજાતની સેવા ગોરી પ્રજા પૂરતી જ છે.]
અથવા “પોતાના દેશના અભ્યદય માટે તેઓ એ જોખમ ખેડે છે.” એમ કહેવામાં આવે, છતાં તેમાં બીજા દેશોને હાનિ કરવાની ગર્ભિત બુદ્ધિ સમાયેલી છે જ, એટલે એ સમાધાન તે નૈતિક મર્યાદાથી પણ નીચે ઊતરી જાય છે.
હવે જરા તેથી આગળ વધીએ. કુટુંબમાં દશ માણસો છે, શાક, દૂધ, મીઠાઈ વગેરે ખોરાકની ચીજો ઘરમાં અમુક પ્રમાણમાં આવે છે. દરેક માનવીને પોતાના ભાગે પડતું આવે તેટલું વાપરવાનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org