________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
૫૩૯
છે, અને તેમાં રાચનારા છે, પોતાની આજુબાજુ એ જ વાતાવરણવાળા છે. આ સ્થિતિમાં તે જાતના દેશનેતાઓ પરદેશીઓને આશીર્વાદ સમાન છે. અને એ નેતાઓનો દેશમાં કાંઈને કાંઈ ઘોંઘાટ ચાલતો રાખવામાં આવે છે, એટલે પ્રજાના બીજા ખરા આગેવાનો પોતાનો સૂર કાઢી જ શકે નહિ.
પટેલો અને નગરશેઠોથી ગોઠવાયેલી મહાજનની મહાસંસ્થા જે હિંદની સંસ્કૃતિ પ્રમાણે ગોઠવાયેલી હજારો વર્ષથી ચાલી આવતી પ્રતિનિધિત્વવાળી સંસ્થા છે, અને સરકારે પણ આજ સુધી જેને કબૂલ રાખવી પડી છે. તથા તેમના વલણને અનુસરીને રાજતંત્રને પણ વલણ આપવું પડે છે. તેને એક બાજુએ રાખીને યુરોપીય પ્રજાઓએ પોતાના સ્વાર્થને માટે ઊભા કરેલા, આ જમાનાને અનુસરતા અને પોતે કેળવેલા લોકોનું મંડળ દેશમાં બનાવી, તેને પ્રજાની પ્રતિનિધિ સંસ્થા બનાવી તે મારફત પ્રજાકીય કામ લેવા માટે પરદેશના વિચારો અને આગેવાનોએ કોંગ્રેસ સ્થાપી. અને તેને ધીમે ધીમે દેશમાં લોકપ્રિય થવા દીધી. તે સંસ્થા સાથે ઈરવીન ગાંધી નામની સંધિ કરી લઈ, હિંદમાં નવા મહાજનનો પાયો નાંખ્યો. તેઓ હિંદની હાલની પ્રજાના હિત વધારે સમજે છે, એવું નથી પરંતુ એવો ડોળ થવા દીધો છે. એટલે આ નવું ગણાતું મહાજન, જૂના રીતસરના મહાજનની પરવા કર્યા વિના પોતાના પરિચિત થોડા સભ્યો હોવા છતાં આખા દેશના નામે, આખી પ્રજાના નામે ઠરાવો કરે છે, અને પરદેશમાં પણ અસર પહોંચાડે છે, અને એવો ભાસ ઉત્પન્ન કરવામાં આવે છે કે, હિંદની આખી પ્રજાનો આ અવાજ છે.” પરદેશી મુત્સદ્દીઓ તેનોયે બહારથી વિરોધ કરી પ્રજાના અમુક ભાગ તરફથી “એ અવાજ આખી પ્રજાનો છે,” એવો વધુ ને વધુ મજબૂત ટેકો પ્રજા પાસેથી જ મેળવાવે છે. જે ટેકો રીતસર અને પ્રજાનું ખરું પ્રતિનિધિ અને હિતસ્વી જૂના મહાજનની સત્તા દબાવવાને પરદેશીઓને ઉપયોગી થાય છે, જેની કોંગ્રેસ નેતાઓને માલૂમ સરખી પણ નથી. દેશમાં અને પ્રજામાં ભેદ પાડીને કુસંપનું બીજ મોટા પાયા ઉપર રોપાયું છે. પરિણામે બીજા લાભહાનિ તો જે થાય તે ખરા, પરંતુ કુસંપનું બીજ રોપાયું છે, તે તો ચોકકસ.
એ જ ધોરણે રાજકોટની લડત ઉપડાવીને શ્રી કેડલ જેવા મુત્સદ્દી મારફત દેશી પ્રજાના મહાજનોની આડે કોંગ્રેસનું અનુયાયી પ્રજા પરિષદ નામનું નવું મહાજન ઊભું કરવાનો પાયો બ્રિટિશ પાર્લમેન્ટ ખૂબીથી નાંખી દીધો જણાય છે, જેનો પ્રચાર દરેક દેશી રાજ્યોમાં ફેલાવા સંભવ છે. કેમ કે કેટલાક પત્રકારોએ એ બનાવને ટેસ્ટકેસ તરીકે જણાવ્યો પણ છે.
સારાંશ કે, આ સ્વાર્થમય બાજીના અંગ તરીકે છેલ્લા કેટલાક દશકાથી આ દેશમાં ઊભી થયેલી સંસ્થાઓ મારફત જે જે કાર્ય થઈ રહ્યું છે, તેમાં પરમાર્થની કલ્પના પણ કરવી મુશ્કેલ છે. પરંતુ દરરોજ તેની આજુબાજુ ઘોંઘાટ એટલો બધો ગોઠવાય છે કે, આ વાતની કોઈને સમજ પડે તેમ નથી. એક ઘોંઘાટ શાંત થાય, કે બીજા નેતા મારફત બીજે ગોઠવાય જ છે, કોઈને શાંતિથી વિચાર કરવાની તક જ રહેતી નથી અને વેગમાં ને વેગમાં હાલની સંસ્કૃતિનાં અંગભૂત કાર્યોનાં બીજ રોપાયે જાય છે.
એટલે પુસ્તક પ્રસિદ્ધ કરનારી સંસ્થાઓ, છાપકળાનો બહોળો પ્રચાર, સંશોધન ખાતાંઓ વગેરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org