________________
૪૯૮
પંચ પ્રતિકમાણસૂત્રો
નિશીહિ કહીને પ્રવેશ્યા પછી કાંઈ પણ સાવદ્ય કામ મન વચન કાયાથી કરી શકાતું નથી. તથા સવાર સાંજનાં પ્રત્યાખ્યાનો ખાસ હોય જ છે. પ્રત્યાખ્યાન. ૫.
૬. લઘુ નીતિ, વડીનીતિ, આહાર, પાણી વગેરે માટે પ્રવૃત્તિ કરવી પડે. તો તે પણ જરૂર પૂરતી જ, અને ઈરિયાવહિયા પ્રતિક્રમણપૂર્વક અને સો હાથથી દૂર ગયા હોય, તો ગમગાગમાણે પૂર્વક દોષની શુદ્ધિ કરી નાંખવી પડે છે. પ્રતિકમાણ-૬.
૭. રાત્રે પણ જવું આવવું પડે, તો ડંડાસણ સિવાય જઈ શકાતું નથી. ૮. ઘણું અને બિનકાળજીથી રાત્રે પણ ઊંઘવાનું નથી હોતું.
૯. રાત્રે તો પરમાત્માનો મહાન ઉપદેશ આત્માને એવો વિશુદ્ધ કરી ને સાવચેત કરે છે કે, કર્મોના પણ સંજોગ સંબંધનો ત્યાગ કરાવી આત્માને નિર્મળ બનાવે છે.
૧૦. શ્રાવકને છાજતાં બાર વ્રતો અને સામાયિક વ્રતો ઉપરાંત સર્વ વિરતિનો આદર્શ સામે રાખીને જેમ બને તેમ તેની ટેવ કેળવવા માટે પોસહમાં તત્પર રહેવાનું હોય છે.
૧૧. પોસહના ૧૮ દોષ, સામાયિકના ૩ર દોષ, સામાયિકના તથા પસહના પાંચ પાંચ અતિચાર, ગુરુવંદનના દોષો, ગુરુ તથા જિન મંદિરની ૩૩ તથા ૮૪ આશાતનાઓ કાઉસ્સગ્નના ૧૮ દોષો, વંદનના ૩ર દોષ વગેરેનો ત્યાગ કરવો. પ્રમાદ અને સુખશેલીયાપણા વગેરેનો પણ ત્યાગ કરવો. ૧૭ સંડાસા, વાંદણાના ૨૫ આવશ્યક, પંચાગ પ્રણિપાત, મુદ્રાઓ, આસનો વગેરે જાળવવાનું સૂત્રોનો શુદ્ધ ઉચ્ચાર કરવો, અને તે પ્રમાણે વંદનાદિ શરીર ચેષ્ટાઓ પણ બરાબર કરવી, ગુરુ આજ્ઞામાં સાવધાનપણે સર્વ પ્રવૃત્તિ કરવી, ચિત્તની પ્રશાંતિ, પ્રસન્નતા, સ્વચ્છતા, ભાવના, બરાબર જાળવવા. આ વિષે વિશેષ-સંથારુચ્ચાર૦ વંદિનુ સૂત્રની ગાથાના વિવેચનમાં આપવામાં આવેલ છે. વિશેષ હકીક્ત હજુ ઘણી બાકી રહે છે. તે ગુરૂગમ તેમજ પૂર્વાચાર્ય વિરચિત બીજાં શાસ્ત્રોથી જાણીને માહિતગાર થવું.
૧૫. પાક્ષિકદિ પ્રતિક્રમણ વિધિનાં સૂત્રો.
૬૭. સકલાઈ-ચૈત્યવંદન. ૧. ૧. વીતરાગદર્શનના કેન્દભૂત શ્રી આહત્ત્વનું ધ્યાન. શબ્દાર્થ :- સકલાઉત્પતિકાનમસર્વ અરિહંતોમાં પ્રતિષ્ઠિત [રહેલું]. અધિકાનમ-કારણ. શિવ-ત્રિય મોક્ષ લક્ષ્મીનું. ભૂર્ભુવ: સ્વસયીશાન માધોલોક, તિર્યલોક અને ઊર્ધ્વલોક-પાતાળ, મત્સ્યલોક અને સ્વર્ગલોકનું સ્વામી. આઈન્સમ-અરિહંતપણું. પ્રણિદLહે અમે ધ્યાન ધરીએ છીએ. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org