________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
સુધી અચિત્ત રહે છે. પરંતુ ચૂનો નાંખતાં ભૂલી જવાય, તો દશ ઉપવાસની આલોયણા આવે,
છે માટે ઉપયોગ રાખવો. ૨૮. પોસહમાં સચિત્ત વસ્તુને અડવું નહીં. તેમજ સ્ત્રી જાત્યાદિકને પુરુષ અને પુરુષ જાત્યાદિકને સ્ત્રીએ
અડવું નહીં. ૨૯. ઈરિયાવહિમાં ચદેસુ નિમ્મલયરા સુધી કાઉસ્સગ્ન કરવો. ૩૦. મોડું થવાની બીકે પોસહ પોતાની મેળે ઉચ્ચરવો હોય, તો ઉપધિ પડિલેહું? સુધીના આદેશ
માગી ફરીથી ગુરુ મહારાજ સમક્ષ રાઈઅમુહપત્તિ પહેલાં પોસહ ઉચ્ચરવો. ૩૧. પડિલેહણા ઉત્તરાસંગ વિના ખુલ્લા શરીરે ઉભડક બેસીને જીવજંતુ તપાસીને કરવું. ૩૨. વસ્ત્રના બન્ને પાસા અનુક્રમે પ્રતિલેખવા. પછી બન્ને બાજુના વચ્ચેથી હાથના કાંડા ઉપર ચડાવવા
અને પછી એક ઘડી વાળેલ હોય, તે પ્રમાણે એકંદર મુહપત્તિની જેમ પ્રથમના ૨૫ બોલથી
પડિલેહવા. ૩૩. કાજે લેનારને આયંબિલ તપનું ફળ વિશેષ મળે છે. માટે કાજો ઉપયોગપૂર્વક લેવો. બનતાં સુધી
ઉપધાન વહન કરી માળ પહેરેલ કાજો લે, તે ઉત્સર્ગ વિધિ જોવામાં આવે છે. ૩૪. પોસહમાં ૧૮ દોષ નીચે પ્રમાણે વર્જવા.
(૧) વિરતિ વિનાના (પોસહમાં ન હોય તેણે) એ આણેલા આહાર પાણી વપરાય નહીં. (૨) પોસહ નિમિત્તે સરસ આહારની ગોઠવણ કરવી કે વાપરવો નહીં. (૩) પોસહના આગલે દિવસે પણ વિવિધ સામગ્રીવાળો આહાર કરવા પ્રયત્નો ન કરવા. (૪) પોસહમાં કે આગળને દિવસે પોસહને ઉદ્દેશીને વધારે શરીર શોભા કરવી નહીં. (૫) પોસહ નિમિત્તે વસ્ત્ર ધોવરાવવા નહીં. (૬) પોસહ નિમિત્તે આભૂષણાદિક ઘડાવવા કે તૈયાર કરાવવા નહીં. (૭) પોસહ નિમિત્તે વસ્ત્ર રંગાવવા નહીં. (૮) પોસહમાં શરીર પરથી મેલ ઉતારવો નહીં. (૯) રાત્રિના બીજા પહોરે સંથારા પોરસી ભણાવ્યા સિવાય નિદ્રા લેવી નહીં. (૧૦) સ્ત્રીને લગતી વાત જ ન કરવી. (૧૧) આહારને સારો કે ખોટો ન કહેવો. (૧૨) રાજ્યદ્વારી કે રાજા સંબંધી કે લડાઈને લગતી વાત ન કરવી. (૧૩) દેશને લગતી વાત ન કરવી. (૧૪) પ્રતિલેખ્યા પ્રમાર્યા વિના વડીનીતિ લઘુનીતિ વગેરે કાંઈ પણ પરઠવવું ન જોઈએ. (૧૫) કોઈની પણ નિંદા ન કરવી. (૧૬) પોસહન લીધેલ હોય તેવાં માતા, પિતા, પુત્ર, પત્ની વગેરે કોઈ પણ સંબંધી સાથે વાત ન કરવી. (૧૭) ચોર
કે ચોરી સંબંધી વાત ન કરવી. (૧૮) સ્ત્રીનાં અંગોપાંગાદિ નીરખીને જોવા નહીં. ૩૫. પોસહમાં વર્જવા યોગ્ય પાંચ અતિચાર :
(૧) અપ્રતિલેખિત-દુષ્પતિલેખિત-શયા-સંસ્મારક- શય્યા સંથારાની જગ્યાનું બરાબર પ્રતિલેખન ન કરવું - બરાબર ન જોવી જેમ તેમ લેવી. (૨) અપ્રમાર્જિત-દુષ્પમાર્જિતશયા-સંસ્મારક- શય્યા સંથારાની જગ્યાને બરાબર પ્રમાજે નહીં. જેમ તેમ પ્રમા. (૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org