________________
પંચ પ્રતિકમણસૂત્રો
૪૯૧
પ્રથમ સ્થાપનાચાર્યનું પડિલેહણ ન કર્યું હોય, તો આ આદેશ વખતે કરી લેવાય, અથવા ગુરુ મહારાજ ન હોય તો શ્રાવક પણ પડિલેહી શકે છે. અને પડિલેહણ થયું હોય, તો વડીલ સાધર્મિક (બ્રહ્મચારી કે વિશેષ વ્રતધારી)નું વસ્ત્ર (ખેસ જેવું) પડિલેહવું. પરંતુ સ્થાપનાચાર્ય અને વડીલનું
વસ્ત્ર બનેય પડિલેહવા નહીં. ૧૬. કાજામાં એકેન્દ્રિય જીવ-અનાજ, લીલી વનસ્પતિ વગેરે કાંઈ પણ નીકળે તો આલોયણ લેવી
અને ત્રસ જીવ નીકળે તો યતના કરવી. પરંતુ ત્રસ જીવનું મૃત કલેવર નીકળે, તો જેટલાનો
કાજે હોય, તે દરેકને આલોયણ સરખે ભાગે વહેંચી લેવી જોઈએ. ૧૭. કોઈ પણ નાની મોટી ક્રિયા ગુરુ મહારાજની આજ્ઞા વિના કરવાની નથી હોતી. કેટલીક જરૂરી
બાબતમાં તો આદેશો મંગાય છે. છતાં ઘણી સૂક્ષ્મ બાબતો રહી જતી હોય, તેને માટે બહુવેલના
આદેશ માગવાથી આદેશ માગી લેવાય છે. ૧૮. સઝાયની ક્રિયા કેટલાક યોગમુદ્રાએ કરવાની કહે છે. પરંતુ ઉભડક બેસી બે હાથ બે ઢીંચણની
વચ્ચે રાખીને સઝાય કરવાનો પ્રચાર છે. અને ધર્મ સંગ્રહમાં એ રીતે બતાવેલ છે. ૧૯. ગુરુ ન હોય ત્યારે કે ગુરુ સાથે રાઈએ પ્રતિક્રમણ કર્યું હોય, તો રાઆ મુહપત્તિ પડિલેહવાની
નથી. ૨૦. ચોમાસાની વ્યાખ્યા-અષાડ સુદિ ૧૫ થી કારતક સુદિ ૧૪ સુધી. ૨૧. મધ્યાહનના દેવ વાંધા અગાઉ પચ્ચખાણ પારી શકાય નહીં, છતાં કારણે સાઢપોરસીનું
પચ્ચખાણ કર્યું હોય, તો દેવ વાંચીને પચ્ચકખાણ પારવા હરકત નથી. ૨૨. પોતાને ઉદ્દેશીને રાંધ્યું હોય, તે વાપરવાને પોસાતીને હરકત નથી, પરંતુ શ્રાવકે ભિક્ષા માંગવા
જવાનું નથી. ૨૩. યાચ્યા સિવાય કે વાપરવા આપીને-“વાપરો” એમ સ્પષ્ટ ન કહે, ત્યાં સુધી ઉપયોગમાં ન
લેવાય. ૨૪. કામળીનો કાળ
૨૫. અચિન પાણીનો કાળચોમાસામાં સવારે સાંજે છ છ ઘડી ચોમાસામાં ચૂલેથી ઊતર્યા પછી ત્રણ પહોરનો શિયાળામાં સવારે સાંજે ચાર ચાર ઘડી શિયાળામાં ચૂલેથી ઊતર્યા પછી ચાર પહોરનો
ઉનાળામાં સવારે સાંજે બબ્બે ઘડી ઉનાળામાં ચૂલેથી ઊતર્યા પછી પાંચ પહોરનો ૨૬. ચોમાસું એટલે અષાઢ સુદ ૧૫ થી કારતક સુદ ૧૪ સુધી
શિયાળો કારતક સુદ ૧૫ થી ફાગણ સુદ ૧૪ સુધી
ઉનાળો ફાગણ સુદ ૧૫ થી અષાઢ સુદ ૧૪ સુધી. ર૭. તેથી ઉપરાંત, અચિત્ત પાણી પાછું સચિત્ત થઈ જાય છે. તેથી ઉકાળેલું પાણી કાળ ઉપરાંત
રાખવું નહીં. છતાં જરૂર હોય, તો સચિત્ત થતાં પહેલાં તેમાં કળી ચૂનો નાંખવાથી ૨૪ પહોર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org