________________
પંચ પ્રતિકમણસૂત્રો
જો માથું કરવા વગેરે માટે ઊઠવું પડે, તો સંથારાને બીજા પાસે સંઘટ્ટાવીને આવસહી કહી માથું વગેરે પતાવી પ્રથમ પ્રમાણે વોસિરાવી ઇરિયાવહિયું. ગમણા ગમણે કહી, જઘન્યથી ત્રણ ગાથાનો સ્વાધ્યાય કરી, નમસ્કાર મંત્રનું સ્મરણ કરતાં પૂર્વ પ્રમાણે સૂવું.’
૩૯. સંથારો પાથરવાનો વિધિ - પ્રથમ કામળી વગેરે ઊનનું સંથારિયું પાથરવું. તેના ઉપર સૂતરનો ઉત્તર પટ્ટ પાથરવો, મુહપત્તિ કેડે ભરાવવી. કટાસણું, ચરવળો પડખે મૂકવા. માતરું કરવાનું ધોતિયું-માતરિયું પહેરવું.
૪૦. સાંજના પ્રતિક્રમણ પછી - ચાલવું પડે, તો ડંડાસણ વિના ચાલવું જ નહીં. પરંતુ ધૂળવાળા રસ્તા ઉપર ડંડાસણનો ઉપયોગ કરવો નહીં. સૂતા પછી પડખું ફરવું પડે તો ચરવળાથી પ્રમાર્જીને ફરવું. કાનમાં રૂનાં કુંડળ નાંખવાં, તેથી તેમાં કોઈ પણ જંતુ પેસી વિરાધાય નહીં. ડાબું પડખું દબાવીને હાથનું ઓશીકું કરીને બની શકે તો અંગ સંકોચીને સૂવું. કુંડળ ખોવાય તો પ્રાયશ્ચિત્ત આવે છે.
૪૧. પ્રાત:ક્રિયા - એક પહોર બાકી રહે, અથવા ચાર ઘડી સૂર્યોદયને વાર હોય, ત્યારે નવકારના સ્મરણ પૂર્વક જાગવું, ભાવના ભાવવી. પોતાનાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, વિચારવા, માત્રાની બાધા ટાળવી. પછી
૪૮૯
ઇરિયાવહિયં પડિકકમી, કુસુમિણ દુસુમિણનો કાઉસ્સગ્ગ કરવો-પછી ચૈત્યવંદન, સજ્ઝાય કરવી. અને ચાર થોભ વંદન કરી, ગુરુ મહારાજને સુખસાતા પૂછવી.
૪૨. પછી રાઇઅ પ્રતિક્રમણનો સમય થાય, અને વચ્ચે આંતરૂં પડ્યું હોય, તો ઇરિયાવહિયં પડિકકમી
રાઇઅ પ્રતિક્રમણ કરવું.
તેમાં કહ્યાણ કંદની સ્તુતિ બાદ નમુન્થુણં પછી બહુવેલ સંદિસાહુ અને બહુવેલ કરશુંના આદેશ માંગી ચાર વંદન કરી અઢ઼ાઈજેસુ કહેવું ને પ્રતિક્રમણ પૂરું કરવું.
૪૩. સ્થાપનાચાર્યનું પડિલેહણ ગુરુ મહારાજે કર્યા પછી, પડિલેહણ શરૂ કરવું. સવારના બહુવેલ કરશું પછીના પડિલેહણના વિધિ પ્રમાણે બધું કરવું. ને વિધિ પ્રમાણે આગળના અને પાછળના ઇરિયાવહિયં પડિકકમી કાો લેવો તથા પરઠવવો.
૪૪. પછી દેવવંદન કરી સજ્ઝાય કરવી. અને ડંડાસણ વગેરે દરેક વસ્તુ ભળાવી દેવી.
૪૫. પછી ખમા૦ ઇચ્છા મુહપત્તિ પડિલેહવાથી માંડીને પોસહ, સામાયિક પારવાના વિધિ સુધી
કરવું.
પરંતુ પોસહ પારવો ન હોય, તો વસ્તુઓ ભળાવવી નહીં, અને સજ્ઝાય પછી જ્ઞાન ધ્યાનમાં લીન થવું.
૪૬. દરેક પ્રવૃત્તિ તથા ક્રિયા ગુરુ આજ્ઞા મુજબ કરવી.
Jain Education International'
પોસહ વિધિ સંપૂર્ણ.
For Private & Personal Use Only
www.jainelibrary.org