________________
પંચ પ્રતિકમાણસૂત્ર
અનુસરીને વાપરવા ઈચ્છનારે પોસહમાં પુરિમઝનું પચ્ચકખાણ કરવાનું મુખ્ય વિધિ છે. ૧૮. પછી મુનિ મહારાજાઓને ગુરુવંદન વિધિથી વંદન કરવું. ૧૯. પછી, પોસહ લીધા પછી દહેરે દર્શન કરવા ન ગયા હોઈએ, તો દહેરે દર્શન કરવા જવું. ચોમાસામાં દહેરે દેવ વાંદવા હોય, તો કાંજો લઈને જવું.
પોસહ લીધા પછી દહેરે જઈ ઈરિયાવહિયા પ્રતિકમણ પછી સો ડગલાં ઉપરાંત છેટે ગયા હોઈએ, તો ગમણાગમાણે આલોવી, ચૈત્યવંદન કરી, ફરીથી પચ્ચકખાણ ઉચ્ચરવું.
અને મધ્યાહનના દેવ વાંદવાને વખતે દહેરે ગયા હોઈએ, અને દહેરામાં દેવ વાંદવા હોય તો ઉપર પ્રમાણે વિધિ કરી, ચૈત્યવંદન કરી, દેવ વાંદી, પછી પચ્ચકખાણ ઉચ્ચરવું. ૨૦. પોસહશાળાએ આવીને દેવ વાંદવા હોય, તો ત્યાં આવીને પણ ઈરિટ ગમાણા ગમણે કરીને
દેવ વંદાય, પરંતુ, ચોમાસામાં મધ્યાહનનો પણ કાજો લેવાના વિધિ પ્રમાણે લઈ પરઠવવો,
પરંતુ પછી ઈરિયાવહિયં પડિકમવા નહીં. પછી દેવવંદન કરવું. ૨૧. પછી-તિવિહાર ઉપવાસનું કે-આયંબિલકે એકાસણાનું પચ્ચકખાણ કર્યું હોય, તેણે પાણી પીવા
કે આહાર લેવા નીચેની વિધિથી પચ્ચખાણ કરવું. ૨૩. પચ્ચકખાણ પારવાનો વિધિ - ખમા દરિયા લોગસ સુધી કહી, જગચિંતામણિનું ચૈત્યવંદન
કહી, જયવીયરાય ! સુધી ચૈત્યવંદનની વિધિ પ્રમાણે કરી, પ્રથમ પ્રમાણે સઝાયનો આદેશ માંગી, નવકાર ગણી, મહ જિગાણંની સઝાય કહેવી.
પછી, ખમા ઇચ્છા મુહપત્તિ પડિલેઉ? ગુરુટ પડિલેહેહ. ઇચ્છું કહી મુહ પડિલેહવી. ખમાત્ર ઇચ્છા પચ્ચકખાણ પારૂં? ગુરુ પુણો વિ કાયવૂ શિષ્ય- યથાશક્તિ, ખમાર ઈચ્છા પચ્ચકખાણ પારૂં ? ગુરુ આયારો ન મોતો. શિષ્ય-તહત્તિ: કહી બેસીને મુઠીવાળી ચરવળા ઉપર હાથ સ્થાપીને એક નવકાર ગણી, યથાયોગ્ય પચ્ચકખાણ પારવાનું સૂત્ર બોલવું ને પછી
એક નવકાર ગણવો. ૨૪. પછી ગુરુ મહારાજની આજ્ઞા મેળવી, આહાર વાપરવાની તૈયારી કરવી. ૨૫. ઘેરથી મંગાવી રાખેલ હોય, તો પોસહશાળામાં આહાર કરી શકાય અથવા આહાર કરવા ઘેર
પણ જઈ શકાય. ૨૬. આહાર વિધિ - ત્રણ વાર આવસહિ કહી પોસહશાળામાંથી નીકળવું, સાથે ક્રિયામાં વાપરવા
સિવાયનું બીજું ધોતિયું હોય, તે લઈ ઇરિયાસમિતિ શોધતાં જવું. ઘરમાં પ્રવેશ કરતાં જયાણા મંગળ બોલવું, સ્થાપનાચાર્ય સ્થાપી ઇરિયાવહિયા પડિકકમી સો હાથ ઉપર હોય, તો ગમણાકહી પાટલા-વાસણ ભૂમિ વગેરેની પ્રતિલેખના તથા પ્રાર્થના કરવી, વસ્ત્ર બદલી, કટાસણા ઉપર બેસી, મુહપત્તિથી મુખ પ્રમાઈ, ચરવળી બાજુએ મૂકી, મુહપત્તિ કેડે રાખી, નવકાર ગણીને આહાર કરવો, પરંતુ જોગ હોય, તો તેમાંથી અતિથિ સંવિભાગ કરવો.
Jain Education International
•
For Private & Personal Use Only
www.jainelibrary.org