________________
૪૮૦
:
પંચ પ્રતિક્રમણ સૂત્રો
જરૂરી છે. એમ ઠસાવવા આત્માનું શાશ્વતપણું જ્ઞાન-દર્શન સહિતપણું અને સંજોગ-સંબંધ છૂટી જતાં, દુ:ખની પરંપરા નાશ પામતાં સુખની પરંપરાનું ઉત્તમ પરિણામ – સિદ્ધાવસ્થાનું અનંત સુખ - એટલાં વાનાં આરાધકને આરાધના કરવાની પ્રેરણા માટે પૂરતાં છે.
- આ રીતે રાત્રે પરમ ગુરુઓ તમામ ભુલાવીને કેવી રીતે આત્માની અભિમુખ ક્રમસર, પદ્ધતિસર સાધકને ખડો કરે છે અને કેટલો જાગ્રત કરે છે ? તે સમજવાથી આપણા દિલમાં એ પરમ ગુરુઓ પ્રત્યે મહાન પૂજ્ય બુતિ ઉત્પન્ન થાય છે. અને ક્ષણે ક્ષણે તેઓને વંદન કરી, તેમને સમર્પિત થવાનું મન થઈ આવે છે.
૭. ઉપર પ્રમાણે આત્માભિમુખ થઈ, જાગ્રત થઈ, ફરીથી આવો સાચો માર્ગ બતાવનાર દેવ, ગુરુ અને ધર્મ તરફ અનન્ય ભક્તિભાવ ઉત્પન્ન થવાથી એ ત્રણ તત્ત્વોના સ્વીકાર રૂપ સમ્યકત્વનો ફરી ફરીથી સ્વીકાર કરે છે, ને તે સ્વીકારીને અતિ દઢ બનાવવા એ ગાથા ફરી ફરીને ત્રણ વાર બોલે છે. ત્રણ વાર તો ઉપલક્ષણ રૂપ છે, પરંતુ દરેક ક્ષણે હૃદયમાં એ સ્વીકારનો ટંકાર વગાડે છે, તેના પ્રતીક તરીકે ત્રણ વખતની માત્ર મર્યાદા બાંધી છે. સારાંશ કે, અત્યન્ત દઢપણે સમત્વનો સ્વેચ્છાથી સ્વસમજથી સ્વયં સ્વીકાર કરે છે.
૮. ત્યાર પછી મંગળ માટે બીજું કોઈ સૂત્ર અહીં ગણવાનું હશે ? તેના સ્થાન તરીકે સાત નવકાર ગણે છે.
૯. છેવટે, સર્વ જીવોને ક્ષમા આપે છે, અને પોતે ક્ષમા માંગે છે. સર્વ જીવો સાથેનો વૈરભાગનો દાવાનળ શાંત કરી નાંખે છે. વૈરભાવ પણ કર્મવશ થયો હોય છે એટલે સંજોગ સંબંધના ત્યાગ સાથે તેનો પણ પરિત્યાગ કરે છે. પોતે ક્ષમા આપે, પણ બીજા જીવો ક્ષમા એકાએક શી રીતે આપે ? પરંતુ તેને માટે પણ કાકલૂદી ભરી માંગણી કરીને ક્ષમા માગી લે છે.
૧૦. આ રીતે તદ્દન શાંત, શુદ્ધ, જાગ્રત, આત્મા, મન, વચન કાયાનાં સઘળાં કર્મોનો ત્યાગ કરી, પ્રતિક્રમણ, આલોચના કરી, તેને મિથ્યા કરી, પરમ નિર્મળ થઈ, અલ્પનિદ્રાને આધીન થાય છે.
પોસહ વિધિ
પોસહ લેવાનો વિધિ ૧. પોસહ લેવાનો વિધિ. ૧. સર્વ ઉપકરણ સાથે પોસહ શાળાએ, કે જ્યાં પોસહ કરવાનો જોગ હોય, ત્યાં જઈને ગુર સમીપે, અથવા નવકાર પંચિન્દિયથી સ્થાપનાચાર્ય સ્થાપીને પોસહ લેવાની શરૂઆત કરવી. પોસહ લીધા પહેલાં જિન પૂજા કરી શકાય, તો કરી લેવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org