________________
૪૭૬
પંચ પ્રતિકમાણસૂત્રો
વિશેષાર્થ :- રાત્રે સૂતી વખતે મુનિ મહારાજાઓ રોજ અને શ્રાવકો પોસહમાં - આ સૂત્રનો ઉચ્ચાર કરે છે. અને પોસહમાં ન હોય, તો પણ અવકાશ સંથારા પોરિસી ભણાતી હોય, તે શ્રાવકો સાંભળે છે. આ પૌરુષી સૂત્રમાં જૈન જીવનનું રહસ્ય મૂકવામાં આવેલું જોવામાં આવે છે. કેટલાક કહે છે કે –“જેનો કંદ મૂળ અને અભણ્યોનો ત્યાગ કરાવે છે, પરંતુ રાગદ્વેષની પરિણતિનો ત્યાગ કરાવતા નથી, તેમજ આત્મ-ભાવનાના વિકાસ માટે કશો ઉત્તેજન કાર્યક્રમ બતાવતા નથી. પરંતુ આ ગંભીર ગેરસમજ છે, જેનો અધિકારી જીવોને અસત પ્રવૃત્તિમાંથી સત્ પ્રવૃત્તિમાં લઈ જાય છે, સમાંથી શુદ્ધમાં લઈ જાય છે. શુદ્ધમાં પણ વ્યવહારમાંથી નિશ્ચયમાં લઈ જાય છે. અને તે ખાતર સામાન્ય ત્યાગમાંથી વિશિષ્ટ ત્યાગમાં લઈ જાય છે, અને તેમાંથી યે પણ વિશેષ વિશિષ્ટ ત્યાગમાં લઈ જઈને શુદ્ધ આત્મ-જાગૃતિના દરજજા ઉપર લઈ જાય છે. અલબત્ત, આ બધું અધિકારભેદે, પાત્રભેદે બતાવે છે, સર્વને માટે એક જ માર્ગ બતાવીને પોતાનું કર્તવ્ય પૂરું નથી કરતા. પણ પાત્રભેદે ક્રમ વિકાસને અનુસરીને જુદા જુદા માર્ગો બતાવે છે.
દાખલા તરીકે :- પોસહ કરવા આવનારને આહાર, શરીર-સત્કાર અને વ્યાપારનો ત્યાગ તથા બ્રહ્મચર્યનું પાલન બતાવે છે, એટલે વિષયવાસનાનાં સાધનોનો ત્યાગ, ઘરના તથા કામધંધાની પ્રવૃત્તિનો ત્યાગ, દાગીના-ઘરેણાં, માળા-અત્તર, ફૂલ, તેલ, ટાપટીપ વગેરેનો ત્યાગ કરાવે છે અને યથાશક્તિ આહારનો ત્યાગ કરાવે છે. આહારમાંથી પણ સચિત્ત તથા બીજી વખત લેવાના આહારનો પણ ત્યાગ કરાવી, અમુક મર્યાદામાં જ લેવાનું નિયમન કરે છે. આમ બધો બાહ્ય ત્યાગ કરાવીને પોસાતી પાસે સામાયિક કરાવીને સાવદ્ય યોગને લગતી મન, વચન, કાયાની કરવા, કરાવવા રૂપ સર્વ પ્રવૃત્તિઓનો ત્યાગ કરાવીને ઘણા જ સંયમમાં લાવી મૂકે છે. આટલી રીતે ત્યાગમાં અને આત્મજાગૃતિ તરફ દોરી જવા છતાં વધુ આગળ વધારવાને રાત્રે સંથારા પૌરૂષીમાં છેવટની હદ સુધી લઈ જાય છે. જો કે અત્યાર સુધી શરીર, ઉપધિ-ધાર્મિક ઉપકરણો વગેરે રાખવાને અવકાશ આપ્યો હોય છે, તે અવકાશ પણ રાત્રે બંધ કરાવે છે.
સૂતાં પહેલાં છ આવશ્યકમય સંથારા પૌરુષી ભણાવતાં જૈન જીવનની વ્યવસ્થા પૂરી ખીલી ઊઠે છે. સૂવાનો વખત થતાં
પ્રતિક્રમણ કર્યા પછી સ્વાધ્યાયમાં વખત ગાળવામાં આવે છે. એમ અનેક રીતે એ સ્વાધ્યાય પૌરુપી પૂરી થયા પછી-સૂવાની ઈચ્છા થાય અને સમય થાય ત્યારે “બહુ પવિપુત્રા પોરિસીઓનો ઉચ્ચાર કરીને શિષ્યો ગુરુમહારાજને વીનવે છે- “અમોએ પૌરુષીનો ઘણો જ વ્યવસ્થિત ઉપયોગ કરીને તેને પૂરી કરી છે.” પછી ઈરિયાવહીયા પ્રતિક્રમીને ગમાણાગમાણે આલોચી તૈયાર થઈ જાય છે. અને સંથારામાં સૂવાની રજા માંગે છે. છેલ્લું સાતમું ચૈત્યવંદન કરી દેવવંદન કરે છે. પોસહ વગરના શ્રાવકોને પ્રતિક્રમણને અંતે સાતમું ચૈત્યવંદન થાય છે. પોસાતી અને મુનિરાજને તે ચૈત્યવંદન અહીં થાય છે. તેમજ સૂતા પહેલાં મંગળ રૂપ છેલ્લું ચતુર્વિશતિ સ્તવ રૂપ ચૈત્યવંદન કરી તીર્થંકર પરમાત્માઓ પ્રત્યે ભકિત બતાવવા લેવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org