________________
પંચ પ્રતિક્રમણસૂત્રો
આ રાતમાં આ દેહ સંબંધી મારો પ્રમાદ થાય. તો આહાર-ઉપધિ અને શરીર એ સર્વનો ત્રણ પ્રકારે ત્યાગ કરું છું. ૪
તથા અરિહંત ભગવન્ મંગળ રૂપ છે. સિદ્ધ ભગવંતો મંગળ રૂપ છે, સાધુ ભગવંતો મંગળ રૂપ છે. અને કેવળી ભગવંતોએ ઉપદેશેલો ધર્મ મંગળ રૂપ છે. આ ચાર મંગળો [સ્વીકારું] છું. ૫
૪૭૫
અરિહંત ભગવંતો લોકમાં ઉત્તમ છે. સિદ્ધ ભગવંતો લોકમાં ઉત્તમ છે, સાધુ ભગવંતો લોકમાં ઉત્તમ છે, અને કેવલી ભગવંતોએ ઉપદેશેલો ધર્મ લોકમાં ઉત્તમ છે, એમ ચાર લોકમાં અનન્ય ઉત્તમોને [સ્વીકારું છું.]
અરિહંત ભગવંતોનું શરણ સ્વીકારું છું. સિદ્ધ ભગવંતોનું શરણ સ્વીકારું છું. સાધુ ભગવંતોનું શરણ સ્વીકારું છું, કેવળી ભગવંતોએ ઉપદેશેલા ધર્મનું શરણ સ્વીકારું છું. એમ ચાર શરણો સ્વીકારું છું. ૭
પ્રાણાતિપાત, જૂઠ, ચોરી, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ. ૮
કલહ, અભ્યાખ્યાન, વૈશુન્ય, રતિ અને અરતિ સહિત, પરનિંદા, માયામૃષાવાદ અને મિથ્યાત્વ
શલ્ય. ૯
મોક્ષ માર્ગના સંજોગોમાં વિઘ્નભૂત અને દુર્ગતિના કારણભૂત-આ અઢાર પાપ સ્થાનકોનો ત્યાગ કરું છું. ૧૦
‘‘હું એક જ છું, મારું કોઈ નથી, હું પણ કોઈનો નથી.” એ પ્રકારે દીનતા વિના-ઉત્સાહવાળા મનવાળા થઈને આત્માને સમાવવો. ૧૧
જ
જ્ઞાન અને દર્શન યુકત મારો આત્મા શાશ્વત અને એકલો જ છે. તે સિવાયના માત્ર સંજોગથી ઉત્પન્ન થયેલા મારા-ગણાતા સર્વ ભાવો-સંબંધો પદાર્થો વગેરેરે-બાહ્ય છે. ૧૨
સંજોગોમાંથી ઉત્પન્ન થયેલાં ઉપરાઉપરી દુ:ખો જીવ પામ્યો છે. માટે મન, વચન, કાયાથી સર્વ સંજોગ સંબંધનો ત્યાગ કરું છું. ૧૩
અરિહંત ભગવાન મારા દેવ છે, ઉત્તમ સાધુઓ મારા ગુરુઓ છે અને જિનેશ્વર ભગવંતોએ ઉપદેશેલું તત્ત્વ છે. એ પ્રમાણે સમ્યક્ત્વ (મેં યાવત્ જીવ સુધી) સ્વીકાર્યું છે. ૧૪
ક્ષમા આપવી અને ક્ષમા માંગવી. ૧. સર્વ જીવ નિકાયો મારા ઉપર ક્ષમા કરો. ૨. અને સિદ્ધ ભગવંતોની સાક્ષીએ હું મારા અપરાધો જાહેર કરું છું. અને મારે કોઈનીયે સાથે વેર-ભાવ નથી. ૧૫
કર્મને વશ થઈને સર્વ જીવો ચૌદ રજ્જુ લોકમાં રખડે છે. તે સર્વને હું ક્ષમા આપું છું, અને તેઓ પણ મારા ઉપર ક્ષમા કરે. ૧૬
મેં જે જે પાપ-કર્મ મન વડે બાંધ્યું હોય, વચને ઉચ્ચાર્યું હોય, અને કાયાએ કરીને કર્યું હોય, તે સર્વ સંબંધી મારું દુષ્કૃત્ય મિથ્યા હો. ૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org