________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
ભાવાર્થ:- “મેં માત્ર ત્રણ આહારનો ત્યાગ કરી તિવિહાર ઉપવાસ કર્યો છે. એટલે પાણી પીવાની છૂટ રાખી છે. પરંતુ પોરસી કે સાફ પોરસી પુરિમ સુધી પાણી પણ ન પીવાનું પ્રત્યાખ્યાન રાખ્યું હતું. તે પૂર્ણ થયું છે. તે પારું છું. તે પ્રત્યાખ્યાન મેં જાતે ધાર્યું છે, ઉચ્ચર્યું છે, અને શ્રી ગુરુમહારાજ પાસે પણ વિનયપૂર્વક ઉચ્ચર્યું છે, અને એ રીતે પ્રત્યાખ્યાનને સ્પર્શના કરી છે. નિરતિચારપણે, સાવધાનપણે, ઉપયોગપૂર્વક, સાગારપણે, કે અમુક અતિચાર લાગવા છતાં પણ બનતી રીતે અત્યાર સુધી પાલન કર્યું છે. મેં આવું ઉત્તમ પ્રત્યાખ્યાન લીધું છે, તેની શોભા વધે અને બીજા જીવો તે કરવા આકર્ષાય તેવી રીતે તેને શોભાવ્યું છે. દરેક તપ અને મહાપ્રત્યાખ્યાનોની પછી ઉજમણા-ઉદ્યાપન કરવાનો જે શાસનમાં પ્રચાર છે તે પ્રત્યાખ્યાનની આ શોભના છે. જેવું પ્રત્યાખ્યાન તેવી તેની શોભના-ઉદ્યાપન હોય છે. આ શબ્દ પણ ઉદ્યાપન પ્રવૃત્તિનું બીજ છે. તીરણા પચ્ચકખાણ પૂરું થયા પછી પણ થોડો વખત જવા દઈને પારવાથી સંપૂર્ણતાએ પહોંચાડવું, એટલે પ્રત્યાખ્યાનની પાર પહોંચવું. એટલે શાંતિ અને આદરપૂર્વક તેને અંત સુધી પહોંચાડ્યું છે. અર્થાત્ પ્રત્યાખ્યાનરૂપી સમુદ્રને હું તારી ગયો છું. કીર્તના પ્રત્યાખ્યાન પાલનના વખત દરમ્યાન તેની ઘણી ઘણી અનુમોદના કરતો રહ્યો છું. તેના ગુણ અને ફાયદાની સ્તુતિ કરતો રહ્યો છું તેમજ તેની પ્રશંસા થાય તેવા પ્રયાસો કરી રહ્યો છું, ને ભોજન કાળે પણ “કયું પ્રત્યાખ્યાન છે?” તે સ્મરણ કરતો રહ્યો છું. અને એકંદર પ્રત્યાખ્યાનની સર્વ પ્રકારની આરાધના કરી છે. છતાં આરાધનામાં કાંઈ પણ ખામી પડી હોય, એટલે કાંઈ પણ વિરાધના થઈ હોય, તો તે દુષ્કૃત મિથ્યા હો એમ ઈચ્છું છું. આ કાસિમં વગેરે ભાવનાઓનો અર્થ વોસિરામિ પદમાંથી સૂચિત થતા જાય છે.
વિશેષાર્થ :- પ્રત્યાખ્યાન પારતી વખતે “પ્રત્યાખ્યાન કયું કર્યું છે ?" તેનું સ્મરણ કરવું જ જોઈએ. પોતે કર્યું પ્રત્યાખ્યાન કર્યું છે? તે સામાન્ય રીતે તો યાદ હોય છે. પરંતુ કોઈનેય વિસ્મરણ ન જ થાય, એમ ન બને. કોઈકને પણ વિસ્મરણનો સંભવ માનીને, પારતી વખતે ભાવના જાગ્રત રાખવા, તથા પારતી વખતે “પોતે કયું પચ્ચખાણ પારે છે ?” દરેક જુદા જુદા પચ્ચખાણવાળા હોય, તે દરેક પોતપોતાનું પચ્ચખાણ યાદ કરીને પારે. માટે સ્મરણ ઘણું જ અગત્યનું છે. તે વિભાગ પૂર્વાર્ધમાં પૂર્ણ થાય છે.
અને ઉત્તરાર્ધ વિભાગમાં પ્રત્યાખ્યાનનું પાલન કેવી રીતે કરવાનું છે ? તેની ભવ્ય ભાવના ઘણા જ મહત્ત્વના શબ્દોમાં મૂકવામાં આવી છે, તે ઉપરનો ભાવાર્થ વાંચવાથી સમજાશે.
અહીં પણ-કરેમિ ભંતે ! સૂત્રગત તસ્સ શબ્દ છે. તેનો ભાવાર્થ એટલો જ સમજવાનો છે કે, પ્રત્યાખ્યાનની સ્પર્શના, પાલના, શોભના, તીરણા, કીર્તન, આરાધના માટે કરવાની છે. તેમાં જે ખામી રહી હોય, તો તે સંબંધી મારું દુષ્કૃત્ય મિથ્યા થાઓ; અર્થાત્ આ સૂત્રનો અમુક ભાગ પ્રત્યાખ્યાન સ્મરણ રૂપ સામાયિકમાય છે અને અમુક પાછલો ભાગ પ્રત્યાખ્યાનના પ્રતિક્રમણ સ્વરૂપે પણ છે.
પ્રત્યાખ્યાન પારતાં ગુરુ મહારાજની આજ્ઞાઓ લેવાની છે. તેથી ગુરુ વંદન કરવું જ પડે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org