________________
૪૬૦
પંચ પ્રતિકમાણસૂત્રો
શકાય. છતાં તેની અસર ધાર્મિક જીવન પર અવશ્ય થાય છે. કેમ કે વ્યવહારમાં ગરબડ નૈતિક છાપ બરાબર પડતી નથી. વ્યવહારના ગોટાળા માણસના ધાર્મિક જીવનમાં પણ નડે છે, વહીવટ અને વ્યવહાર જેટલો ચોખ્ખો, તેટલો માણસ અને માણસનું મન છૂટાં રહે છે. દાખલા તરીકે વ્યવસ્થિત ઑફ્રિકામ પૂરું કર્યા પછી તેની દરેક જવાબદારીથી માણસ છૂટો રહે છે અને બીજાં કામોમાં સરળતાથી માથું મારી શકે છે. દરેક જવાબદારીથી છૂટા રહ્યા વિના માથે બોજે રહ્યા કરે, તે માણસને ગૂંચવી નાંખે છે. માટે વ્યવહારોમાં દરેક આવશ્યક ચોખવટો એ કૃત્ય ખાસ માણસના જીવનના વિકાસનું અંગ છે. તથા પ્રકારની શકિત, તાલીમ અને બુદ્ધિના સામર્થ્ય વિના ધંધાના, સમાજના, દેશના, ધર્મના, સગાંસંબંધીના, કુટુંબના, કે એવા કોઈપણ દુન્યવી વ્યવહારોમાં ચોખવટ રાખી શકાતી નથી. એટલે વ્યવહારમાં શુદ્ધિ રાખવાની શક્તિમાં પ્રજાકીય શકિતનો પણ પુરાવો છે. જેમ જેમ પ્રજાકીય બળ ઘટતું જાય, તેમ તેમ વ્યવહારમાં ગોટાળા વધતા જાય, તેમ તેમ વ્યવહારોનું ક્ષેત્ર સંકોચાતું જાય અને બહુ જ ઓછા વ્યવહારોને પહોંચી વળી શકે. એટલે સુરિવાજોને પણ કુરૂઢિ અને કુરિવાજે ગણી લઈ તેના ત્યાગ કરવાની હિલચાલમાં ભળે છે. સમાજના ચકકી, સિતમની ભઠ્ઠી, વગેરે ઉત્તેજક શબ્દો મારફત માનવજીવનમાં ઉપયોગી અનેકવિધ વ્યવહારો સામે દાંતિયાં કરાય છે. પરંતુ એ માનવવિકાસ માટે નુકસાનકારક છે.
૧૮-૨૦. રથયાત્રા-તીર્થયાત્રા : તીર્થંકર પરમાત્માની વિસ્તૃત ભકિત કરવાનો આ પ્રકાર છે. તેમજ બાળ જીવોને તીર્થંકર પરમાત્માની અભિમુખ કરવાનો આ ઉત્તમ ઉપાય છે. અને શુફલ પાક્ષિક જીવોને ધર્મ તરફ અભિમુખ કરવાને ધાર્મિક શિક્ષણની આ જાહેર યોજના છે. ધાર્મિક જીવન જીવનારાં પાત્રો પણ વિવિધ શકિતના હોય છે. કોઈ એકાંતમાં ધાર્મિક જીવન જીવે છે. કોઈ ગુરુ સાથે, કોઈ ધર્મ સ્થાનમાં, કોઈ ઉત્તેજક વાતાવરણથી, કોઈ મોટા પર્વ દિવસોમાં ધાર્મિક જીવન જીવી શકે છે. ત્યારે કોઈ આવા ઉત્સવોથી ધાર્મિક જીવન જીવી શકે છે. ત્યારે કોઈ આવી જાહેર પ્રવૃત્તિઓથી પણ થોડા ઘણા દોરવાય છે. માટે એ દરેક ધાર્મિક જીવન જીવવાના અને લોકોને ધર્મમાં કેળવવાના તથા ધર્મની અભિમુખ કરવાનાં પ્રકારો અને અંગો છે. માટે કોઈનોયે નિષેધ કરી શકાય નહીં. માત્ર આપણા જીવનવિકાસના વ્યવહારોને સંકોચી નાંખવા કુરૂઢિઓ ગણાવી પ્રચાર કરનારાઓના પ્રચારમાં વિશ્વાસ મૂકી જેઓ આવી પ્રવૃત્તિઓનો વિરોધ કરે છે, તે વાજબી નથી, એ વિરોધ તાજ્ય છે. પ્રજાની શક્તિ નહીં હોય, તેને કોઈ પરાણે કરાવતું નથી. જ્યાં સુધી આ કાર્યો ચાલે, તેમાં પ્રજાની શકિત હોવાને પુરાવો છે, માટે તેમાં પ્રજાનું હિત જ સમાયેલું છે. તેમજ ધાર્મિક આચાર તરીકે આત્મ-હિતકર પણ છે. “વૈષ્ણવો વગેરેનું અનુકરણ છે” એવી વાતો વગર વિચારની અને અજ્ઞાનથી જન્મી છે. આવી પ્રવૃત્તિઓ જૈન ધર્મશાસ્ત્રસંમત અને ધાર્મિક વિજ્ઞાનસિદ્ધ છે. અજ્ઞાન જીવો સ્વાર્થથી કે અજ્ઞાનથી ગમે તેમ કહે પરંતુ તે ધ્યાનમાં લઈ શકાય નહીં. રથયાત્રા શહેરમાં કાઢવામાં આવે છે અને તીર્થયાત્રા તીર્થમાં જવા માટે કાઢવામાં આવે છે. તેમાં પ્રજામાં અપૂર્વ સ્વાશ્રય કેળવાય છે. અનેક સ્વદેશી રિવાજો તથા ધંધાને પોષણ મળે છે. ધાર્મિક વાતાવરણ ઊછળે છે અને અનેક જીવો અનેક રીતે લાભ ઉઠાવે છે. ગરીબોને, ગરીબ ધંધાર્થીઓને અને સીદાતા ક્ષેત્રોને પણ ઘણા લાભ મળે છે. માનસશાસ્ત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org