________________
પંચ પ્રતિકમાણસૂત્રો
અમારી વાતનો વિરોધ કરશે. અને જે વિરોધ કરશે તેનો ઉપયોગ પોતાના હેતુઓને પ્રચારક તરીકે, પ્રજાના આગેવાન તરીકે, દેશનેતા તરીકે કરાવીને પરદેશીઓ કરે છે અને કરશે. અને બહારથી એવું બનાવરાવે છે કે, “અમે તો પરદેશીઓથી વિરુદ્ધ છીએ, તેઓની યુકિત પ્રયુકિત સમજીએ છીએ, અને દેશીઓના ભલા માટે પ્રયત્ન કરીએ છીએ.” અને પરદેશીઓ પણ બહારથી તેવાઓની સાથે વિરોધ બતાવે છે, પરંતુ સ્કીમોમાં એવી ખૂબીથી તેઓનો ઉપયોગ કરી લે છે કે તેઓના કાર્યની જે સિદ્ધિ આબાદ થાય છે. આ આંટીઘૂંટી ન સમજી પ્રજાને ક્રાંતિમાં દોરવે તેને નેતા બનાવવામાં આવે છે. અને તે આજના દેશનાયકો.
મુંબઈમાં જૈન યંગ મેન્સ સોસાયટીના સંમેલન વખતે બેકાર જૈન ભાઈઓ માટે શ્રાવક ક્ષેત્રના ઉદ્ધાર માટે ફંડ કરવાનો ઠરાવ ન કરવા વિષે મેં પ્રસંગે સૂચના આપી હતી. કેમ કે એ ક્ષેત્ર એટલું બધું વિશાળ થવાનું છે, કે તેમાં સાતેય ક્ષેત્રોનું ધન રેડી દેવામાં આવશે, તો પણ તે પૂરું થશે નહીં. અર્થાત્ અત્યારે કરવામાં આવતું નાનું ફંડ પણ આગળ ઉપર મોટા ફંડના રૂપમાં ફેરવાઈ જશે, અને તે સાતેય ક્ષેત્રને સંકોચી નાંખશે. આ જાતનો ઠરાવ ધર્મિષ્ઠ ગણાતા વર્ગને હાથે થાય, તેના જેવું પરદેશીઓને મંગળરૂપ બીજું હોઈ શકે ? આજ તો માત્ર “આવા ફંડમાં ચુસ્ત ગણાતાઓની પણ સંમતિ છે.” એટલો દાખલો જ ભવિષ્યમાં બસ છે. તાત્વિક દષ્ટિથી વિશેષ બેકારીને વધુ વેગ આપવાનું ફંડ લાગવાથી, એ ઠરાવ ન થવા દેવામાં મેં સાધર્મિક વાત્સલ્ય જ કર્યું છે, એમ મારો અંતરાત્મા સંતોષ અનુભવે છે. આ ગ્રંથમાં આ વિષય આટલો ટૂંકમાં વિચાર્યો, તો પણ ઘણો જ લંબાઈ ગયો છે. છતાં એક જુદા પુસ્તકમાં વધારે સ્પષ્ટતાથી આ વિષય ચર્ચાય ત્યારે જ દરેકને આની દરેક બાજુની સત્યતા સમજાવી શકાય તેમ છે. અહીં તો માત્ર કેટલાક મુખ્ય મુખ્ય મુદ્દાઓનો જ માત્ર નિર્દેશ કરવામાં આવ્યો છે. અર્થશાસ્ત્રની ગૂંચો અને વધારે સચોટ પુરાવા તથા બીજા હજારો આ વિધાન સામેના વિરોધી પ્રશ્નોના જવાબો બાકી જ રાખવામાં આવ્યા છે. અવકાશને અભાવે હજ એ મહત્વની હિતકારી વાત હું પ્રસિદ્ધિમાં મૂકી શક્યો નથી. એ ઠરાવન કરવાની મારી સૂચના સાથે ઘણી વ્યકિતઓએ એ વખતે અણગમો બતાવ્યો હતો. અને તેનો ખુલાસો વિસ્તારથી કરવાની તે જ વખતે ઈચ્છા છતાં તથા પ્રકારના સમય-સંજોગોને અભાવે કરી શક્યો ન હતો. એટલે અહીં ટૂંકમાં તેનો નિર્દેશ કર્યો છે. તેટલાથી વિચારકો હાલમાં સંતોષ માનશે એટલી આશા સાથે હવે આ બાબતનો ઉપસંહાર કરતાં જણાવું છું કે,
દીન-દુઃખી થાવકભાઈઓને સહાય કરવાની મહાશાવકોની ફરજ શાસ્ત્રકારોએ વર્ણવી છે. પરંતુ આજની બેકારીમાંથી બચાવવાના જે જે ઉપાયો સૂચવવામાં આવે છે, તે ઊલટા બેકારીમાં વધારે કરનારા અને પરિણામે અહિત કરનારા છે. માટે શાશ્વસંમત તેમજ આજકાલના દેશકાળમાં પણ સાચું સાધર્મિક વાત્સલ્ય કયું હોઈ શકે? તે વાચકોના ખ્યાલમાં આવશે. આજકાલ સાધર્મિક વાત્સલ્યને નામે જુદાં જુદાં સંડો માંગવાની જે રીતભાત ચાલે છે, તેમાં સાધર્મિક વાત્સલ્ય નથી. પણ પરિણામે સાધર્મિકોને પરિણામે હાનિ પહોંચવાની છે તે સ્પષ્ટ સમજાશે, એમ વિચારકો અવશ્ય વિચારી જેશે.
૧૮. વ્યવહારશુદ્ધિ : આ કૃત્ય સામાન્ય રીતે ધાર્મિક ન ગણી શકાય, પરંતુ સાંસારિક ગણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org