________________
પંચ પ્રતિક્રમણસૂત્રો
ધનની મદદ પણ બહારથી નહીં મળે. પણ અંદરના પોતપોતાના લોકોમાંથી મેળવવાની હિલચાલ ચાલે છે, તે વધુ પ્રમાણમાં ચાલશે. અને ગૃહસ્થોને પોતપોતાના પૈસા બીજા ધાર્મિક કાર્યોમાં ખર્ચવાને બદલે સાધર્મિક બંધુઓના વાત્સલ્યના બાના નીચે આવાં ખાતાંઓમાં ખેંચી જવા પ્રયત્નો થશે. તેવા પ્રયત્નો તો હાલમાં પણ ચાલી રહ્યા છે. પરંતુ દેવદ્રવ્ય વગેરે ધાર્મિક દ્રવ્યો પણ તેવાં ખાતાંઓમાં ખેંચી જવા પ્રયત્નો થઈ રહ્યા છે. લોકોની સંપત્તિ અને ધન પરદેશીઓએ સ્વાધીન કરી લીધેલ છે. પરંતુ દેવદ્રવ્ય વગેરે ધાર્મિક દ્રવ્યો એકદમ સીધી રીતે સ્વાયત્ત કરી શકાતાં નથી.
૪૫૬
એટલે તે ધન બેકાર લોકોના ઉપયોગમાં લેવરાવવાની લાલચ આપવાથી તે ધન તે લોકોને આધીન થતાં તેમની પાસેથી સ્વાયત્ત કરવામાં કશી હરકત ન આવે. માટે પ્રથમ દેવદ્રવ્યની રક્ષા અને હિસાબ ચોખ્ખા રાખવાની પ્રિય વાત કરીને, પછી તેને એમને એમ પડી રહેવા દેવા કરતાં દેશ કાળ વિચારી સમાજના ભાઇઓને રાહત મળે તેવાં ઉપયોગી કામોમાં ખર્ચવાના પ્રથમ પ્રશ્નો અને પછી ઠરાવો કરી, પોતાની પરિસ્થિતિથી અજાણ ભાવિ બાળ પ્રજાને ઉશ્કેરી તેનો લોકમત મેળવી એ ધનને ખેંચી જવા માટે પ્રથમ કબજો મેળવવા હિસાબ ચોખ્ખા રાખવાની વાતો કરવામાં આવે છે. અને તેના ટેકામાં ધાર્મિક-ધર્માદા ટ્રસ્ટ રજિસ્ટ્રેશન ઍકટ કરી આપવામાં આવેલ છે.
જો કે દેવદ્રવ્ય ખાવું પડે તે એ સાબિત કરે છે કે, ‘“પ્રજા પાસે જાત મહેનતથી મેળવેલું નાણું ખૂટ્યું છે. તે મેળવવાના માર્ગ બંધ થતા જાય છે, અને મેળવવાની શિત પણ ઘટતી જાય છે. સાધર્મિકો પણ સહાયતા કરી શકે તેવી શતિરહિત થતા જાય છે, એટલે છેવટે ધાર્મિક ધન તરફ દૃષ્ટિ જાય છે.’' આ પ્રજાકીય પતન તો સ્પષ્ટ છે જ. અને તે ધન પણ લોકો પોતાના ઉપભોગમાં એવી રીતે વાપરે કે જેથી કરીને ધીમે ધીમે તે પણ પરદેશીઓને સ્વાધીન થતું જાય, કારણ કે, પૂર્વનું ધન પરદેશીઓને સ્વાધીન થયું. તેનાં કાણો ચાલુ જ છે, તે બંધ પડ્યાં જ નથી, અને હાલ પડે તેમ પણ નથી. એટલે દેવદ્રવ્ય વગેરે દ્રવ્ય પણ બેકારો પર પસાર થઈને ખેંચાઈ જાય જ. આ દેશની પ્રજા કેવી ભયંકર હાલમાં આવી પડશે ? તેની કલ્પના કરી જોવા જેવી છે. દેશમાં ધનની છોળો ઊછળશે, એ ઉદ્યોગો અને ખેતીની ખિલવણીની હિલચાલથી કલ્પવું મુશ્કેલ નથી. પણ તેનો ઉપભોગ તો હાલની યાહુદી, જર્મનો, અંગ્રેજો, અમેરિકનો વગેરે યુરોપવાસી લઘુમતી ગણાતી કોમો બહુમતી સ્વરૂપ પ્રાપ્ત કરીને કરવાની પણ સાથે જ તૈયારી ચાલી રહી છે.
આ સ્થિતિમાં દેવદ્રવ્ય આજીવિકામાં ઉપયોગમાં લેવું એને આદર્શ માનીને તેના ઠરાવ કરવા, એ કેટલું ભયંકર અને સત્ય વિરુદ્ધ છે. કોઈ માણસ ભૂલથી વાપરી બેસે તેને ભૂલ ગણવાને બદલે તેને જાહેરમાં ઠરાવ રૂપે લાવવાથી આધ્યાત્મિક કે ધાર્મિક દૃષ્ટિને બાજુએ રાખીએ તો પણ પ્રજાના હિતની વ્યવહારુ દૃષ્ટિથી પણ કેટલું ભયંકર છે ? અને એમ પ્રજાની બેકારી અને લાચારીને ઉત્તેજન આપવું અને તેને સાધર્મિક વાત્સલ્ય ગણવું. કેટલું અસત્ય, પાપમય, ભયંકર, અને પ્રજાવિનાશક તત્ત્વ છે ? તે શાંત ચિત્તે વિચારી જોવા સહૃદય વાચકોને વિનંતિ કરું છું.
જ્યારે કોઈપણ જાતનું ધન માણસ જાત પાસે ન રહે ત્યારે આવા ધન તરફ તેની નજર જાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org