________________
પંચ પ્રતિકમાણસૂત્રો
૪૪૫
શ્રાવકનાં કર્તવ્યો: શ્રી સંઘ ઉપર બહુમાન, પુસ્તકો લખવાં લખાવવાં, 'શાસનમાં પ્રભાવના પ્રવર્તાવવી, શ્રાવકોના-હમેશાં ‘ગુરુ મહારાજના ઉપદેશ અનુસાર આ કૃત્ય કરવાનાં છે. ૫.
૧. જિનેશ્વરની આજ્ઞા માનવી : બાહ્ય દષ્ટિથી કયાંક પરસ્પર વિરુદ્ધ જણાતી હોય છતાં ઉત્સર્ગ, અપવાદ અને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ તથા બાળ, મધ્યમ, વૃદ્ધ તથા ત્યાગી અને સંસારી, સાધક વગેરે દષ્ટિબિંદુઓથી સંગત હોય છે. માટે તીર્થંકર પરમાત્માની આજ્ઞા પ્રમાણે વર્તવાને શ્રાવકે આગ્રહ રાખવો જ જોઈએ. કારણ કે ધર્મના મૂળ સિદ્ધાંતો અમુક ચોકકસ સ્વરૂપમાં હોય છે. પરંતુ તેનો કઈ વખતે કયા માણસે કયો ઉપયોગ કરવો, તેને માટે અનેક ધોરણો હોય છે. તેથી ધર્મના મૂળ સિદ્ધાંતને વળગીને દરેક જીવો દરેક કાળે આચરણ કરી શકે જ નહીં. તેથી તે સિદ્ધાંતોને અમલમાં મૂકવાના સંજોગો પ્રમાણે અમલમાં મૂકવાના વ્યવહારુ પ્રયોગો એ પ્રભુની આજ્ઞા. તે પ્રમાણે વર્તવાથી જ સાધક ધર્મનું આરાધન કરી શકે. માટે આજ્ઞા ઉપર ખાસ ભાર મૂકવામાં આવેલ છે. આજ્ઞા પ્રમાણે જે ન વર્તે, તે જૈન જ ન કહેવાય. જૈનનું સામાન્ય લક્ષણ જ જિનેશ્વરની આજ્ઞા પ્રમાણે વર્તે તે જૈન. એટલે આજ્ઞા વિના જૈન જ ન ગણાય. માટે તે કૃત્ય સૌથી પહેલું કર્યું છે. નીચેનાં બે કૃત્યો આ કૃત્યની તરફેણના અને વિરુદ્ધના ત્યાગ રૂપ – એ રીતે બે બાજુઓમાં વહેંચાયેલ છે. આજ્ઞાપાલન કરવાના મૂળભૂત બન્નેય છે.
૨-૩. મિથ્યાત્વનો ત્યાગ અને સમ્યકત્વનો આદર: આજ્ઞા પાલન તે જ કરી શકે, કે ઉન્માર્ગપોષક માનસિક, વાચિક, કાયિક, સામુદાયિક કે વ્યકિતગત જાહેર કે ખાનગી – કોઈ પણ પ્રવૃત્તિનો ત્યાગ જ કર્યો હોય, અને સન્માર્ગ પોષક માનસિક, વાચિક, કાયિક, સામુદાયિક કે વ્યકિતગત, જાહેર કે ખાનગી – કોઈપણ પ્રવૃત્તિનો પરમ આદર કરવામાં આવતો હોય. ઉન્માર્ગપોષક પ્રવૃત્તિ તે મિથ્યાત્વ, અને સન્માર્ગપોષક પ્રવૃત્તિ તે સમ્યકત્વ. મિથ્યાત્વને પરિવાર અને સમ્યકત્વનો સ્વીકાર, એ આજ્ઞાપાલનના બે ધોરી રસ્તા છે. અને એ બન્નેયના પાલનમાં દઢ આગ્રહી રહેવું જોઈએ. તે ખાતર જે કાંઈ ભોગ આપવા પડે તે આપવા તત્પર રહેવું જોઈએ.
૪. છ આવશ્યકોમાં રોજ લીન રહેવું : છ આવશ્યકોમય કોઈ પણ જૈન શાસનની વિધિમાં દરરોજ તત્પર રહેવાનું ખાસ ભાર મૂકીને જણાવ્યું છે. આજ્ઞાપાલનના વિસ્તાર રૂપ બીજું અને ત્રીજું કૃત્ય ગણાવી ધર્મારાધનાની તરફ વળતાં તરત જ આવશ્યકોમાં તત્પર રહેવાનું સૌથી પહેલું સૂચવ્યું છે. હવે પછીનાં કૃત્યો આ ચોથા કૃત્યના વિસ્તાર રૂપ સમજવાને હરકત નથી, કેમ કે - તેઓ તેના મુખ્ય ભેદોમાં મુખ્ય કૃત્યો તરીકે કે પેટા કૃત્યો તરીકે સમાય છે. દેશથી અને સર્વથી જ આવશ્યકમય શ્રાવક અને મુનિ મહારાજાઓના જીવન હોય છે. પરંતુ વિશેષ ન બની શકે તો શ્રાવકે પાંચ પ્રતિક્રમણ રૂપ પ્રસિદ્ધ છે આવશ્યક તો રાત્રિ, દિવસ, પાક્ષિક, ચોમાસી તથા સાંવત્સરિકમાં અવશ્ય કરવા જ જોઈએ.
૫. પર્વોમાં પૌષધ : ૫૯ દિવસમાં વિશેષ પૌષધ કરવો. ૬-૭-૮-૯. દાન, શિયળ, તપ અને ભાવ : આ પણ ધર્માચરણના વ્યવહારુ અને બાળજીવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org