________________
પંચ પ્રતિક્રમણસૂત્રો
છે. પ્રવચન એટલે પ્રભુનો ઉપદેશ. અને તેનો મુખ્ય ઉદ્દેશ સામાયિક ધર્મ છે. તેના પાલન માટે આ આઠ મુદ્દાઓ ખાસ સાર રૂપ છે. બાળકનું પાલન જેમ માતા ઘણી જ સંભાળ-હાર્દિક પ્રેમ અને સર્વસ્વને ભોગે કરે છે. તે જ પ્રમાણે સંયમ ધર્મનું-સામાયિક ધર્મનું પાલન કરવામાં આ આઠ બાબતો માતા તરીકે સર્વ પ્રકારે ઉપકારી થાય છે. દરેક ક્ષણે, દરેક પ્રસંગે, દરેક ક્રિયામાં, દરેક શારીરિક માનસિક વાચિક અને જીવનની બીજી જરૂરિયાતોમાં આ આઠ બાબતોને ધ્યાનમાં રાખી તેના અંકુશમાં રહીને
વર્તવાથી સારામાં સારી રીતે ધર્મારાધન થઈ શકે તેમ છે.
એટલું જ નહીં પણ વ્યાવહારિક દષ્ટિથી પણ જગતના કોઈપણ માણસ યા તો સમગ્ર માનવજાત માત્ર આ પ્રમાણે વર્તે, તો તેનું જીવન પણ ઘણું જ સુખી, આરામી, આનંદી, નીતિમય, સગૃહસ્થના ભૂષણરૂપ બને જ, દીર્ઘાયુષી થાય. અને સંપૂર્ણ સાવચેતીમય, વિવેકમય, વિશાળ દૃષ્ટિમય, તેનું જીવન બન્યા વિના રહે જ નહીં. આખા જગત્ના માનવ સમાજને, સર્વ ધર્મ પાળનારાઓને, સર્વ દેશના લોકોને, માત્ર આ આઠ બાબતોનું જ શિક્ષણ આપવામાં આવે, તો જગત્માં શાંતિ સ્થપાયા વિના ન રહે. સર્વમાન્ય શિક્ષણ તરીકે, સર્વ સામાન્ય વ્યાવહારિક અને પારમાર્થિક ધર્મ તરીકે, આ અષ્ટપ્રવચનમાતાનો ઉપયોગ જગત્ કરી શકે છે. સમિતિ અને ગુપ્તિ એ બે જ શબ્દો જગત્ પકડે, અને તેનો દરેક કાર્યમાં અમલ કરે, તો જગત્ સ્વર્ગ બને. રાજદ્વારી પુરુષો પણ પ્રજાની ઉન્નતિ માટેના રાજદ્વારી તંત્રમાં પણ સમિતિ અને ગુપ્તિનો ખરા હૃદયથી ઉપયોગ કરે, તો કયાંય પણ અરાજકતા રહેવા પામે નહીં. એટલું જ નહીં, પરંતુ જગમાં પરમ શાંતિ સ્થપાય. અને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પુરુષાર્થ એ ચારેયની વિષમતા મટી જઈ યથાર્થતા સ્થપાય, માનવજીવન સુખી થાય, એટલું જ નહીં, પરંતુ તેની અસર પશુજીવન અને પ્રાણીમાત્ર પર પણ પડ્યા વિના ન રહે. તેઓ પણ કેટલેક અંશે સુખ, ચેન, અને શાંતિનો અનુભવ કરે.
૪૪૩
આ પ્રવચનમાતાનું પાલન અશકય છે એમ માનવાની લેશમાત્ર જરૂર નથી. દરેક પોતપોતાના જીવનના સંજોગો અનુસાર તેનું પાલન કરી શકશે. માત્ર તેનું પાલન કરવાની ઇચ્છાથી માનવ જાગૃતિપૂર્વક વિચાર કરીને પોતાની પરિસ્થિતિ સાથે ઘટાવી આચરણ કરી શકે છે.
૬૧. મહ-જિણાણું-શ્રાવક-કૃત્યોની-સજ્ઝાય-૩
શબ્દાર્થ :- મહ=માને. જિણાણું=જિનેશ્વર ભગવંતોની. આણં=આજ્ઞા. મિચ્છમિથ્યાત્વ. પરિહર છોડી દો. ધરહ ધારણ કરો. સમ્મનું સમ્યક્ત્વ. છબિહ-આવસયંમ્મિ છ પ્રકારના આવશ્યકોમાં. ઉન્નુત્તો ઉદ્યુકત-તૈયાર. હોઈ હોવું, થવું, રહેવું. પઇ-દિવસં-પ્રતિ દિવસ, દરરોજ.
પન્થેસુક્ષ્મપર્વ દિવસોમાં. પોસહવયં-પૌષધ વ્રત. દાણું-દાન. સી-શિયળ. તવો-તપ. ભાવો ભાવ, ભાવના. સંજ્ઝાય-સ્વાધ્યાય, જ્ઞાનાભ્યાસ. નમુક્કારો નમસ્કાર મંત્રના સ્મરણ જાપ. પરોવયારો-પરોપકાર. જયણાયતના. જિનપૂજા=જિનપૂજા. જિણ-ઘુગણું જિન સ્તવન. ગુરુથુઅગુરુ સ્તુતિ. સાહમ્પિઆણવ૭i=સાધર્મિકોનું વાત્સલ્ય. વવહારસ્ય-વ્યવહારની.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org