________________
પંચ પ્રતિક્રમણસૂત્રો
પાલન
છે કે પોસહમાં આહાર, શરીર સત્કાર અને વ્યાપાર, સાંસારિક પ્રવૃત્તિઓનો ત્યાગ અને બ્રહ્મચર્યનું એ ચાર સાચવવાનાં હોય છે. અને સામાયિકમાં તો મન વચન અને કાયાથી કરવા અને કરાવવાથી સાવદ્ય યોગો માત્રનો ત્યાગ કરવાનો હોય છે. એટલે પોસહ કરતાં સામાયિક સૂક્ષ્મ છે. એટલે સર્વથી-પોસહમાં સામાયિક પણ ઉચ્ચારવામાં આવે છે. પોસહમાં આ સૂત્ર મુખ્ય છે. એટલે પોસહ પણ સામાયિકમય છે. અને તેમાં પણ છ આવશ્યકો આવે છે.
૪૪૨
-
ત્રણના ત્યાગમાં પ્રત્યાખ્યાન અને એકના પાલનમાં સામાયિક - એમ ત્યાગ અને પાલન રૂપ સામાયિકમય પોસહ અહીં અખંડ ચાર કે આઠ પહોરનું સામાયિક છે. ત્રણ વખતનું દેવવંદન પોસહનું ખાસ ચતુર્વિશતિ સ્તવ છે. અને ૭ ચૈત્યવંદનો તો શ્રાવકના હંમેશનાં ચતુર્વિંશતિ સ્તવો પણ આમાં સચવાય છે. રાઇઅમુહપત્તિમાં - પોસહનું ખાસ ગુરુવંદન છે. ગમણા-ગમણે અને ઇરિયાવહિય પ્રતિક્રમવા એ પ્રતિક્રમણ છે. અને અપ્રમાદપણે-ટેકો લીધા વિના આસન, મુદ્રાઓ, ઊભા ઊભા ક્રિયા કરવી, પંચાંગ પ્રણિપાતો, ૨૫ ચંદનના આવશ્યકો, સંડાસા વગેરે સાચવીને અપ્રમત્તપણે ધર્મધ્યાન કરવું, નવકારવાળી ગણવી, સ્વાધ્યાય કરવો, વ્યાખ્યાન સાંભળવું, રાત્રે ધર્મ જાગરણ કરવું તથા તમામ તપશ્ચર્યાં સાચવવી તે કાયોત્સર્ગ છે. આમ પોસહમાં છ આવશ્યકો-આ સૂત્રમાં જે સૂચવાયેલા છે-તે સચવાય છે. આ સૂત્ર બીજરૂપે છે. પોસહમાંની બીજી સર્વ વિધિઓ અને પ્રવૃત્તિઓ આ સૂત્રના વિસ્તારરૂપ છે. સંયમ સ્થાનકમાં વૃદ્ધિ તેનું અનંતર ઉત્તમ ફળ છે.
૬૦. ગમણા-ગમણે-સૂત્ર
ઈર્યા-સમિતિ ભાષા-સમિતિ એષણા-સમિતિ આદાન-ભંડ-મત્તનિક્ષ્મવણા-સમિતિ, પારિષ્ઠાપનિકા-સમિતિ, મન-ગુપ્તિ, વચન-ગુપ્તિ, કાય-ગુપ્તિ, એ-પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, એ આઠ પ્રવચન માતા, શ્રાવક્તણે ધર્મ-સામાયિક પોસહ લીધે રૂડી પેરે પાળી નહીં, ખંડણા-વિરાધના હુઈ હોય, તે સવિ હુ-મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડં,
વિશેષાર્થ :- અર્થ સરળ છે. પરંતુ આ સૂત્ર બહુ ગંભીર અને મહત્ત્વનું છે. ત્યાગભાવના રાખવા છતાં, ખાવું, પીવું, ઊઠવું, બેસવું, બોલવું, ચાલવું, વિચાર કરવો, વાતચીત કરવી, તથા જીવનની શારીરિક વગેરે અનેક પ્રકારની અનિવાર્ય જરૂરિયાતો કર્યાં વિના ચાલે જ નહીં. પરંતુ તે દરેક પ્રવૃત્તિઓ કરવા છતાં આ પ્રવચનમાતા સાચવવાથી ઓછામાં ઓછી અને ખાસ જરૂર પૂરતી જ પ્રવૃત્તિ થાય. એટલે તેટલા જ કર્મ લાગે. સિવાય સંયમમાં જ વખત પસાર થાય. એટલે કે-આ આઠ મુખ્ય મુદ્દાઓ સાચવી લેવાથી સારી રીતે સંયમધર્મનું પાલન થઇ શકે તેમ છે. સંયમી જીવનની વિશાળ યોજનાની સંક્ષેપમાં ગોઠવણ આ આઠ મુદ્દાઓમાં સમાવેલ છે. માટે તેને અષ્ટ પ્રવચનમાતા કહેવામાં આવેલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org